________________
* બહત ક્ષેત્ર સમાસ
કુલની માળાથી યુક્ત મધુર જળથી ભરેલા, મહેન્દ્ર કળશ સમાન, કમલ ઉપર રહેલા બે બે ઈન્દ્રકળશો સમુદ્ર તરફ બેસવાને સ્થાન ઉપર રહેલા છે.
દ્વારની બન્ને બાજુની ભિંતોમાં ત્રણ લાઈનમાં પ૬પ૬ જાળીયાં રહેલા છે. તથા બન્ને બાજુ ભીંતમાંથી નીકળેલા અર્ધ સપના આકારની લાંબી, ઉંચી અને મજબૂત કડીમાં સેનાની જાળી છે. તેના ઉપર ઘંટડીઓ, લીલા રંગના રત્નના દેરામાં પરોવેલી પાંચે રંગની માળાઓ, તપનીય રંગના ગોળાઓ, સુવર્ણ પત્રો, વિવિધ પ્રકારના હાર, અઢાર સેરના–નવ સેરના, અહાર, પચે વર્ણના દોરાથી ગુંથેલી માળાઓ વગેરે અત્યંત શોભી રહી છે. પવનથી હાલતા માળાઓ વગેરેમાંથી મધુર અવાજ ચારે દિશામાં ફેલાય છે.
વળી ભીંતને આગળના ભાગમાં ટોલા જેવા બે લાંબા ભાગ છે, તેના ઉપર રત્નમય છાબડીઓ રહેલી છે, તેની અંદર રહેલ વિર્યરત્નમય ધૂપધાનામાંથી ઉત્તમ પ્રકારના ધૂપની સુગંધ ચારે તરફ પ્રસરી રહેલી છે.
દ્વારની બન્ને બાજુ ૧૬૮ ચોતરા છે, તેના ઉપર એક એક શમ્યા છે. દ્વારની બન્ને બાજુ વસ્ત્ર, અલંકાર વગેરેથી સુશોભિત સુંદર પુતળીઓ રહેલી છે.
બન્ને બાજુની બેઠકના ઉપરના ભાગમાં જાંબૂનદમય વિશાળ બે બે ઘંટ છે, તેને વજમય લોલક છે, તે વગાડવાથી તેમાંથી મેઘરવર, હંસરવર, કૌંચવર, સિંહવર જેવા ઘંટારવ થાય છે, તેમજ બાર પ્રકારના વાજિંત્રોના પ્રિય કર્ણ મનોહર સુંદર અવાજ પ્રગટે છે.
દ્વારની બન્ને બાજુ ચાર યોજન લાંબી-પહોળી, બે જન જાડી-ઉંચી એક એક વજય સુંદર પીઠ છે, તે પીઠ ઉપર બે યોજન લાંબો, બે જન પહોળો અને ચાર જન ઉંચે ત પ્રભાવાળો, વિવિધ ચિત્રામણથી યુક્ત, મણિ, માણેક, ચંદ્રકાંતાદિ રત્નોથી જડેલે, અદ્ધર રહેલે આકાશને અડત ન હોય તે એક એક પ્રાસાદ છે.
પ્રાસાદના મધ્ય ભાગમાં એક જન લાંબી-પહોળી અને અડધો જન ઉંચી રત્નમય એક એક પિઠિકા છે. તેના ઉપર રત્નજડિત સિંહાસન છે, તે સફેદ રત્નમય વસ્ત્રથી ઢાંકેલું છે, તેના ઉપર મધ્ય ભાગમાં અંકુશ, ફરતા ચાર કુંભ છે, તેના પર મોતીની માળાએ ઝૂલે છે, તે પવનથી કંપતા કર્ણને પ્રિય તૃતિકારક મધુર અવાજ તેમાંથી ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org