________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-સંખ્યાનું સ્વરૂપ જે સંખ્યા આવે તેમાં કેવળ જ્ઞાનના અને કેવળ દર્શનના અનંત પર્યાયે ઉમેરતાં જે સંખ્યા આવે તે ઉત્કૃષ્ટ અનંત અનંતુ કહેવાય, પરંતુ આટલા પ્રમાણવાળી કોઈ વસ્તુ નહિ હોવાથી ઉત્કૃષ્ટ અનંત અનંત સંખ્યા વ્યવહારમાં નથી. વ્યવહારમાં તો મધ્યમ અનંત અનંત સંખ્યા જ છે.
સર્વ જઘન્ય સંખ્યા અને સર્વ ઉત્કૃષ્ટ સંખ્યા નિયમાં એક એક જ છે. જ્યારે સર્વ મધ્યમ સંખ્યા એમાંના, દરેક સંખ્યાતામાં સંખ્યાના ભેદો, દરેક અસંખ્યાતામાં અસંખ્યાતા ભેદે અને સર્વ અનંતામાં અનંતા ભેદ થાય છે.
અનંતનું પ્રજન–અભવિ–અભવ્ય જીવો એથે અનંતે હોય છે. સમકિતભટ્ટ જીવો અને સિદ્ધો પાંચમે અનંતે હોય છે. કેટલાકને મતે સિદ્ધના જીવો આઠમા અનંતે છે અને બાદર પર્યાપ્ત વનસ્પતિ વગેરે શેષ ૨૨ આઠમે અનંતે હોય છે. - ૧, બાદર પર્યાપ્ત વનસ્પતિ, ૨. બાદર પર્યાપ્તા, ૩. અપર્યાપ્ત બાદર વનસ્પતિ, ૪. બાદર અપર્યાપ્તા, ૫. બાદર, ૬. સૂક્ષ્મ અપર્યાપ્ત વનસ્પતિ, ૭. સૂક્ષ્મ અપર્યાપ્તા, ૮. સૂક્ષ્મ પર્યાપ્ત વનરપતિ, ૯. સૂક્ષ્મ પર્યાપ્તા, ૧૦. સૂક્ષ્મ, ૧૧. ભવિ, ૧૨. નિગોદ, ૧૩. વનસ્પતિ, ૧૪. એકેન્દ્રિય, ૧૫. તિર્યંચે, ૧૬. મિથ્યાદષ્ટિ, ૧૭. અવિરતિ, ૧૮. સકષાયી, ૧૯. છઘી, ૨૦. સગી, ૨૧. સંસારી અને ૨૨. સર્વ જીવો. આ બાવીસે આઠમે અનંત છે અને એક બીજાથી અધિક અધિક છે. ૨
હવે આ દ્વીપસમુદ્રો કેટલી સંખ્યામાં છે તે કહે છે. उछारसागराणं, अढाइज्जाण जत्तिया समया। दुगुणा दुगुणापवित्थर-दीवोदहि रज्जु एवइया॥३॥ છાયા-૩ઢાણાપમાળા અર્થતીયાનાં પાવન: મારા
द्विगुणद्विगुणप्रविस्तारद्वीपोदधयः रज्जुरेतावती ॥३॥ અર્થઅઢી ઉદ્ધાર સાગરોપમ કાળના જેટલા સમય છે, તેટલી સંખ્યાના દ્વીપ–સમુદ્રો ડબલ ડબલ વિસ્તારવાળા છે. આટલું ક્ષેત્ર એક રજજુ પ્રમાણ છે.
વિવેચન-સાગરોપમ ત્રણ પ્રકારના છે : ૧. અઠ્ઠા સાગરેપમ, ૨. ક્ષેત્ર સાગરેપમ, ૩. ઉદ્ધાર સાગરોપમ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org