________________
બહત ક્ષેત્ર સમાસ
अभिंतरओ दीवो-दहीण पडिपुन्नचंदसंठाणो। जंबूदीवो लक्खं, विक्खंभायामओ भाणिओ॥६॥ છાયા–અમ્મત્ત તોથીનાં પ્રતિપૂર્ણચન્દ્રમંથાનઃ |
जम्बूद्वीपो लक्षं विष्कम्भ-आयामतो भणितः ॥६॥ અર્થ –દ્વિીપ સમુદ્રોના મધ્ય ભાગમાં સંપૂર્ણ ચંદ્રના આકારવાળો એક લાખ જનની લંબાઈ પહેલાઈવાળો જંબૂઢીપ કહેલ છે.
વિવેચન –જેનું વર્ણન આગળ કરવામાં આવશે, એવા રત્નમય અંબૂવૃક્ષથી ઓળખાતે જંબૂદ્વીપ નામને દ્વીપ સઘળયે દીપ સમુદ્રની મધ્ય ભાગમાં મનુષ્ય ક્ષેત્રમાં રહેલ શ્રી તીર્થકર અને શ્રી ગણધર ભગવંતોએ કહ્યો છે. અર્થાત તીર્થો લેકના બરાબર મધ્ય ભાગમાં જંબુદ્વીપ નામને દ્વીપ આવેલો છે.
જબૂદ્વીપને આકાર કેવો છે? તો પૂર્ણમાની રાત્રીને ચંદ્ર જે પૂર્ણગોળાકાર છે તેવા ગોળાકારે જંબુદ્વીપ છે, દડા જે ગોળ નહિ પણ પ્રતર-આકારે સપાટ ગોળાકારે છે. વળી તે લંબાઈ પહોળાઈમાં એક લાખ યોજનના ડાયામીટરમાં છે.
તીર્જી લોકમાં જે અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે, તેમાં સૌથી નાનો જંબૂદ્વીપ છે. આ વાત મતિકલ્પનાથી નથી કહેવાતી, પણ શ્રી તીર્થકર ભગવંતોએ પોતાના કેવળ જ્ઞાન–કેવળ દર્શનથી સાક્ષાત જાણીને અને જોઈને જણાવેલી છે. તે જ પ્રમાણે શ્રી ગણધર ભગવંતો અને મુનિ ભગવંતોએ પણ જણાવેલી છે.
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે “પ્રશ્ન–હે ભગવન ! જંબુદ્વીપ નામને દ્વીપ કયાં આવેલો છે? કેટલો મોટો છે? કેવા આકારનો છે? ઉત્તર–હે ગૌતમ ! જંબૂદ્વીપ નામને દ્વીપ સઘળાંયે દ્વીપ–સમુદ્રોના મધ્ય ભાગમાં, સૌથી નાને, ગોળાકારે– કઢાઈમાં રહેલા પુડલાના આકારે એક લાખ એજનના વિસ્તારવાળો છે. ૬
હવે સઘળા ગાળ ક્ષેત્રો વગેરેની પરિધિ–ગોળાઈ, ગણિતપદ કાઢવા માટેનું કારણ -રીત બતાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org