________________
જનદષ્ટિએ મહા ભૂગેબી-પારધિનું સ્વરૂપ
હવે મનુષ્ય ક્ષેત્રની પરિધિ ( ઘેરો ) કેટલા યોજનને ? તે જણાવે છે. एगा जोयणकोडी, लक्खा बायाल तीस सहस्सा य। समयखेत्तपरिरओ, दो चेव सया अउणपन्ना ॥५॥ છાયા – વોરન વેદીઃ ઋક્ષા વિવાર સવારમાં જા.
સમયક્ષેત્રપરિયા (ધ) તે વૈવ તે ઘનપદ્માશા .પ . અર્થ–એક કોડ બેતાલીસ લાખ ત્રીસ હજાર બસ ને ઓગણપચાસ યોજના પ્રમાણ મનુષ્યક્ષેત્રની પરિધિ–ઘેરાવો છે.
વિવેચન—ગોળાકાર વસ્તુના ઘેરાવાના માપને પરિધિ કહેવાય છે.
વિધ્વંભ-ગોળાઈની જે લંબાઈ હોય તે લંબાઈને તે જ લંબાઈથી ગુણાકાર કરે, પછી તેના દશગુણ કરવા; અર્થાત જે ગુણાકાર આવે તે સંખ્યાને પુનઃ દશે ગુણાકાર કરી તેનું વર્ગમૂળ કાઢવાથી ગોળ વસ્તુનો ઘેરાવો-પરિધિ આવે છે. પરિધિનું કરણ–રીત આગળ સાતમી ગાથામાં કહેવામાં આવશે.
વિષ્કભને બાવીસે ગુણાકાર કરી સાતે ભાગવાથી સામાન્ય રીતે સ્થૂલથી પરિધિનું માપ આવે.
અહીંયા મનુષ્ય ક્ષેત્રને વિધ્વંભ ૪૫૦૦૦૦ જન-પીસ્તાલીસ લાખ જનનો છે. પીસ્તાલીસ લાખ ગુણાકાર કરતાં ૪૫૦૦૦૦૦૪૪૫૦૦૦૦૦=૨૦૨૫૦૦૦૦૦૦૦૦૦૦ તેને દશે ગુણતાં ૨૦૨૫૦૦૦૦૦૦૦૦૦૦૦ (૨૦૨૫ ઉપર ૧૧ મીંડા) થાય, તેનું વર્ગમૂળ કરતાં મનુષ્ય ક્ષેત્રની પરિધિ ૧૪૨૩૦૨૪૯ યોજન ઉપરાંત આવે. ૫
મનુષ્ય ક્ષેત્રની પરિધિ કહી. હવે મનુષ્ય ક્ષેત્રમાં રહેલા દ્વીપ સમુદ્રની પ્રરુપણ કરવી જોઈએ, તેમાં સર્વ દીપ-સમુદ્રોમાં સૌથી પહેલો અને સૌની મધ્યમાં જંબૂદ્વીપ રહેલ છે. તે જંબુદ્વીપ ક્યાં રહેલો છે? આકાર કેવો છે? તથા લંબાઈ–પહોળાઈ કેટલી છે તે સૂત્રકાર જણાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org