________________
૪૪
બ્રહત ક્ષેત્ર સમાસ =
સામાન્ય ભાગાકારમાં એક એક સંખ્યા ઉતારીને ભાગાકાર કરવામાં આવે છે, જ્યારે વર્ગમૂળના ભાગાકારમાં–વર્ગમૂલમાં વર્ગમૂલ પોતે પોતાની સંખ્યાએ ગુણાએલ હેવાથી તેનું મૂલ કાઢતાં બે બે આંકડા ઉતારવા પડે છે. દરેક વિષમ આંકડા ઉપર ' ઉભી લીટી કરવી અને સમ આંકડા ઉપર – લીટી કરવી.
જે સંખ્યાનું વર્ગમૂળ કાઢવું હોય તેની– ૧-ડાબા હાથ તરફની વિષમ નિશાનીવાળી સંખ્યામાંથી જે સંખ્યાને વર્ગ બાદ થઈ શકે તે જ વર્ગના મૂળને (જેમકે વિષમ નિશાની સંખ્યા ૧ છે તે ૩નો વર્ગ ૯ થાય, ૧૦ માંથી ૯ બાદ થઈ શકે પણ અને વર્ગ ૧૬ થાય તે ૧૦માંથી બાદ થઈ શકે નહિ. માટે 3ને ભાજક રાખવો અને ભાગાકારમાં પણ તે જ આંકડો મૂકો.
વિષમ સંખ્યા, બાદ ભાજકનો વર્ગ, ભાજકના વર્ગનું મૂળ, તેજ પહેલે ભાજક અને તે જ ભાગાકારની પહેલી સંખ્યા.
કારણ કે વર્ગમૂળ કાઢવા માટે ભાજકની કોઈ પણ સંખ્યા આપેલી હતી નથી; તેથી આવી રીતે તે સંખ્યા પહેલેથી શોધી કાઢવાની હોય છે.
ર–પછી વિષમ નિશાનીવાળી સંખ્યા બાકી રહેલી શેષ સંખ્યા ઉપર ચઢાવવી. તેમાંથી બાદ (ભાજક-ભાગાકાર૪૧૦+ો ભાગાકાર નક્કી થયેલ નવો ભાજક ૪ નવા ભાગાકારની સંખ્યા).
૩–એ જ પ્રમાણે વળી વિષમ નિશાનીવાળી સંખ્યા, શેષ સંખ્યા ઉપર ચઢાવવી, તેમાંથી બાદ (ભાજક+ભાગાકાર×૧૦ને ભાગાકાર=નક્કી થયેલ નો ભાજક x નવા ભાગાકારની સંખ્યા).
આ પ્રમાણે ઠેઠ સુધી બધી સંખ્યા પુરી થાય ત્યાં સુધી કરવું.
જંબૂદ્વીપની પરિધિના વર્ગમૂળના દwતને અભ્યાસ કરવાથી બીજી સંખ્યાના વર્ગમૂળ કાઢવાનું સમજી શકાશે.
જંબુદ્વીપને વર્ગ કરી ૧૦સે ગુણતા એકડા ઉપર ૧૧ મીંડાં આપણે આગળ કાઢેલા છે. હવે તેનો વર્ગમૂળ કાઢવા માટે–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org