________________
જનદષ્ટિએ મહા ભૂગોળ-વર્ગમૂળનું સ્વરૂપ
૩૯
विक्खंभवग्गदहगुण-करणी वट्टस्स परिरओ होई। विक्खंभपायगुणिओ. परिरओ तस्स गणियपयं ॥७॥ છાયા–વિશ્વમવશાળવાળી વૃત્તસ્થ વરિયો ભવતિ |
विष्कम्भपादगुणितः परिरयः तस्य गणितपदम् ॥७॥ અર્થ—જે સમગળ વસ્તુની જેટલી લંબાઈ હોય તેને વર્ગ કરે એટલે તે સંખ્યાને તે સંખ્યાથી ગુણાકાર કરી, પછી તેને દશગુણા કરી વર્ગમૂલ કાઢવાથી ગેળ વસ્તુની પરિધિગોળાઈનું માપ આવે. જે ગોળાઈ આવે તેને વિકંભના ચોથા ભાગે ગુણવાથી તેનું ગણિત પદ-સમચોરસ ટુકડા આવે.
વિવેચન–જે ગોળ પદાર્થો હોય તેની ગોળાઈ કેટલી થાય છે, તથા ગોળ પદાર્થના સમચોરસ ટુકડા–જન હોય તે જન જનના, ગાઉ હોય તો ગાઉ ગાઉના, મીટર હોય તો મીટર મીટરના, કુટ હોય તે કુટ કુટના, ઈંચ હોય તો ઈંચ ઇંચના, આંગળ હોય તો આગળ આગળના, મીલીમીટર હોય તો મીલીમીટર મીલી મીટરના સમચોરસ ટુકડા કેટલા થાય, તે જાણવા માટેની રીત આ ગાથામાં જણાવી છે.
વિભ, વ્યાસ, વૃત્ત, વિધ્વંભ, ડાયામીટર, આ બધા નામે એક અર્થવાળા છે, એટલે બધી બાજુથી ગોળ પદાર્થની લંબાઈ–ગોળાઈ.
પરિધિ એટલે ગોળ વસ્તુને ઘેરાવો.
ગણિત પદ એટલે ક્ષેત્રફળ. કોઈ પણ માપના સમરસ ટુકડા. તે ક્ષેત્ર–વસ્તુ વગેરેના કેટલા થાય તે.
આ ગાથામાં ગોળ પદાર્થની ગોળાઈ અને ક્ષેત્રફળ કાઢવાની માત્ર રીત જણાવી છે. જયારે તેને–જબૂદીપની પરિધિનો જવાબ આઠમી ગાથામાં અને ક્ષેત્રફળનાગણિતપદને જવાબ નવમી-દશમી ગાથામાં જણાવેલ છે.
અહીં તેની રીત બતાવવામાં આવે છે. પ્રથમ તેને વર્ગ કરો. જંબુદ્વીપને વિષ્કમ ૧૦૦૦૦ જનને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org