________________
૩૧
જેનદષ્ટિએ મહા ભૂગોળ-અંગુલનું સ્વરૂપ
૨. પ્રમાણ અંગુલ–એક ઉત્સધ આંગળથી ચારસો ગણો લાંબો અને અઢી ગણે જાડો (પહેળો) એક પ્રમાણ અંગુલ થાય.
શ્રી ઋષભદેવ ભગવાનનું આગળ અને પ્રમાણ આંગુલ બન્ને સરખા છે.
શ્રી ઋષભદેવ ભગવંત ઉત્સધ અંગુલના માપે ૫૦૦ ધનુષ્ય ઉંચા હતા. (“સરીરમુસેડ અંગુલેણ વચનથી જીવોના શરીર ઉત્સધ અંગુલથી મપાય છે.) અને આત્માં લે ૧૨૦ આંગળ ઉંચા હતા,
૨૪ આંગળે ૧ હાથ, ૪ હાથે એક ધનુષ્ય, એટલે એક ધનુષ્યના ૯૬ આંગળ થાય. ૫૦૦ ધનુષ્ય ૪ ૯૬ આંગળ = ૪૮૦૦૦ આંગળ થાય.
૪૮૦૦૦ = ૧ર૦ = ૪૦૦ આવ્યા. આથી ઉત્સધ અંગુલથી ૪૦૦ગણું એક આત્માગુલ થયું.
આત્માગુલ કાલપ્રભાવે ફરતું રહે છે, જ્યારે ઉત્સધ આંગળ અને પ્રમાણ આંગળનું માપ કાયમ એક સરખુ જ છે.
સ્થળે ઉલ્લેધ અંગુલથી એક હજારગણો આત્મા અંગુલ કહ્યો છે. તે આત્મા અંગુલ, એક આંગળની પહોળાઈવાળી લાંબી શ્રેણીની વિવક્ષાએ જાણવું.
જેમકે ૪૦૦ આંગળ લાંબી અને રાા આંગળ પહેળી શ્રેણી હોય તેની એક આંગળ પહોળાઈવાળી લંબાઈ ૪૦૦ x રા = ૧૦૦૦ આંગળ થાય.
દા. ત. ચાર આંગળ લાંબો અને અઢી આંગળ પહોળો કપડાનો પટ હોય, તેના એક આંગળ પહોળા લીરા કરીએ તો ચાર આંગળ લાંબા અને એક આંગળ પહોળા બે લીરા તથા આંગળ પહોળો અને ચાર આંગળ લાંબો નીકળે, તેનો એક આંગળ પહોળો કરતાં બે આંગળ લાંબો લીરા થાય. ૪ + ૪ + ૨ = ૧૦ આંગળ લાંબો એક આંગળ પહોળી એક શ્રેણી–લંબાઈ થાય
વરતુતઃ ઉધ અંગુલથી ૪૦૦ ગણુ લાંબું અને રા ગણુ પહેલુ આત્મા અંગુલનું માપ જાણવું.
જે કાળે જે માણસો હોય, તે પિતાના માપે ૧૦૮ અંગુલ ઉંચા હોય એ પણ આત્મા અંગુલ કહેવાય છે.
આત્મા અંગુલનું માપ શ્રી ઋષભદેવ ભગવાનના કાળ સિવાય અનિયત છે, માટે વાસ્તવિક ઉત્સધ અંગુલથી ૪૦૦ ગણું લાંબું અને રા ગણું પહેલું પ્રમાણ અંગુલનું માપ જાણવું.
૩. આત્મા અંગુલ: પોતપોતાના માપે ૧૦૮ આંગળ ઉંચા હોય તે પિતપિતાનું આત્મા અંગુલ કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org