________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ–સંખ્યાનું સ્વરૂપ
૧૩ ૩. ઉત્કૃષ્ટ પરિત્ત અનંત: જઘન્ય પરિત્ત અનંત સંખ્યાને રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેમાં એક ન્યૂન સંખ્યાને ઉત્કૃષ્ટ પરિત્ત અનંતુ કહેવાય.
૪. જઘન્ય યુક્ત અનંતુ: ઉત્કૃષ્ટ પરિત્ત અનંત સંખ્યામાં એક ઉમેરતાં જે સંખ્યા આવે તે સંખ્યાને જઘન્ય યુક્ત અનંતુ કહેવાય.
૫ મધ્યમ યુક્ત અનંત : જઘન્ય યુક્ત અનંત સંખ્યામાં એક ઉમેરતાં અને ઉત્કૃષ્ટ યુક્ત અનંત સંખ્યામાં એક ન્યૂન સુધીની સંખ્યાને મધ્યમ યુક્ત અનંતુ કહેવાય.
૬. ઉત્કૃષ્ટ યુક્ત અનંતુ: જઘન્ય યુક્ત અનંત સંખ્યાને રાશી અભ્યાસ કરતાં જે સંખ્યા આવે તેમાં એક ન્યૂન સંખ્યાને ઉત્કૃષ્ટ યુક્ત અનંતુ કહેવાય.
૭. જઘન્ય અનંત અનંત : ઉત્કૃષ્ટ યુક્ત અનંત સંખ્યામાં એક ઉમેરતાં જે સંખ્યા આવે તે સંખ્યાને જઘન્ય અનંત અસંતુ કહેવાય.
૮. મધ્યમ અનંત અનંત : જઘન્ય અનંત અનંત સંખ્યામાં એક ઉમેરતાં અને તે પછીની બધી સંખ્યાને મધ્યમ અનંત અનંતુ કહેવાય.
૯. ઉત્કૃષ્ટ અનંત અનંત શ્રી અનુગ દ્વાર આદિ સિદ્ધાંતિક મતે ઉત્કૃષ્ટ અનંત અનંત સંખ્યા છે જ નહિ. પણ કાર્મગ્રંથિક મતે ઉત્કૃષ્ટ અનંત માનેલું છે.
કાર્મગ્રંથિક મતે સંખ્યાનું સ્વરૂપ
જધન્ય યુક્ત અસંખ્યાત સુધી બન્ને મત સરખા છે. તે પછી કાર્મગ્રંથિક મત પ્રમાણે જઘન્ય યુક્ત અસંખ્યાત સંખ્યાનો વર્ગ કરી એક ઓછો કરવાથી ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત થાય છે, તેમાં એક ઉમેરીએ તે જઘન્ય અસંખ્ય અસંખ્યાત થાય. ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત સંખ્યાની વચ્ચેની બધી સંખ્યા મધ્યમ અસંખ્યાત અસંખ્યાત કહેવાય છે.
હવે ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત સંખ્યા લાવવા માટે જઘન્ય અસંખ્યાત અસંખ્યાત સંખ્યાને ત્રણ વાર વર્ગ કરવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org