________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ-કાળનું સ્વરૂપ
૨૧.
ભાગતા ઘનવૃત્ત કુવાના રોમખંડ થાય. ઉપરની સંખ્યાને ૧૯સે ગુણતાં ૭૯૩૮૨૯૦૫૦૧૯૧૭૫૦ ૧૦૧૨૭૯૦૬૩૪૦૮૬૪૦૦૦૦૦૦૦૦૦ આવે. તેને ૨૪થી ભાગતાં ૩૩૦ ૭૬૨૧૦૪૨૪૬૫૬૨૫૪૨૧૯૯૬ ૦૯૭૫૩૬ ૦૦૦૦૦૦૦૦૦ આટલા રમખંડો ઉત્સધ પ્રમાણ ચાર ગાઉ ઘનવૃત્ત-ગોળાકાર કુવામાં સમાય. આ રોમખંડો સંખ્યાતા જ છે. જૈન દર્શનમાં બતાવેલી સંખ્યા ઘણી મોટી છે. જે આપણે આગળ જોઈ ગયા છીએ.
હવે આ વાળના ટુકડાને એક એક સમયે એક એક વાળને ટુકડો કાઢીએ તે જેટલા કાળે આ કુવો ખાલી થાય તેટલા કાળનું નામ એક બાદર ઉદ્ધાર પલ્યોપમ કહેવાય.
આ કુવાને ખાલી થતાં સંખ્યાતા સમય લાગે. કેમકે વાળના ટુકડા સંખ્યાતા છે. આંખના એક પલકારામાં અસંખ્ય સમય પસાર થઈ જાય છે, તેથી આંખના એક પલકારામાં તે આવા અસંખ્ય કુવાઓ ખાલી થઈ જાય. તેથી બાદર ઉદ્ધાર પલ્યોપમ કાળ તો આંખના એક પલકારાને અસંખ્યાતમા ભાગ જેટલો જ છે.
આગળ કરવામાં આવતા સૂક્ષ્મ ખંડોની અપેક્ષાએ આ વાળતા ટુકડા અસંખ્યાતગુણ મોટા હોવાથી આ પાપમને બાદર કહેવામાં આવે છે.
આગળ ગણાતા બીજા બે બાદર પાપમમાં પણ આ ઉપર કહેલી સંખ્યાવાળા બાદર રમખંડ ગણવાના છે.
પ્ર–વાલાચમાં એક બે ત્રણ સાત એમ નિયત દિવસ ન કહેતાં ૧ થી ૭ દિવસના કહેવાનું પ્રયોજન શું?
ઉત્તર–કુરુક્ષેત્રના યુગલિયાના પહેલે દિવસે ઉગેલા વાળ દરેકના એક સરખા સૂક્ષ્મ ન હોય, જેથી વિવક્ષિત સૂક્ષ્મતા કાઈ યુગલિકની પહેલે દિવસે જ મળી આવે, કેઈકની બીજા દિવસે, કોઇકની ત્રીજે દિવસે તે કઈકને સાતમા દિવસે વિવક્ષિત સૂક્ષ્મતા હોય છે. માટે એકથી સાત દિવસના ઉગેલા વાળ કહ્યા છે.
પ્રશ્ન—સિદ્ધાંતમાં કયુગલિક મનુષ્યના મુંડિતશીર્ષના ૧ થી ૭ દિવસના ઉગેલા વાલાગ્ર કહ્યા છે, તો તે વાલા અને ઘેટાના વાલોગ સરખા હોય કે નાના મોટાં?
ઉત્તર–બન્નેના વાલા–રમખંડ માપમાં સરખા જ જાણવા. ૧થી ૭ દિવસના જન્મેલા ઘેટાને વાળ જેટલો પાતળો છે, તેટલો જ મુંડિતશીષ યુગલિકને ૧ થી ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org