________________
૨૨
બૃહત ક્ષેત્ર સમાસ દિવસનો ઉગેલ વાળ પણ તેટલો જ પાતળો અને ઉંચો છે. માટે ઘેટાના અંગુલપ્રમાણ વાળના જેમ સાત વાર આઠ ટુકડા કરવા પડે છે તેમ મનુષ્યના વાળના ટુકડા કરવા પડતા નથી.
૨. સુક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ–બાદર ઉદ્ધાર પલ્યોપમમાં જેવા રોમખંડ ભર્યા હતા તે જ રમખંડમાંના દરેકના એક એક વાળના અસંખ્યાત અસંખ્યાત ટુકડા કરી ઘનવૃત્ત કુવાને અતિ ખીચોખીચ એવી રીતે ભરીએ કે તે વાળ અગ્નિથી બળે નહિ, વાયુથી ઉડે નહિ, પાણીનું બિંદુ અંદર ઉતરી ન શકે, ચક્રવર્તિનું સૈન્ય ઉપર થઈને ચાલ્યું જાય કે સે ભાર પ્રમાણ વજનવાળું રોલર ફેરવવામાં આવે તે પણ તે વાળો જરા પણ દબાય નહિ. આવો સિમેન્ટ કેક્રેટ જેવા ભરેલા એ અસંખ્યાતા રમખંડોમાંથી એકેક સમયે એકેક રમખંડને કાઢતાં જેટલો કાળ લાગે તેટલા કાળનું નામ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે. આમાં અસંખ્યાતા રમખંડો હોવાથી ખાલી થતાં અસંખ્યાતા સમય લાગે અને તે કાળ સંખ્યાતા ક્રોડ વર્ષ જેટલે છે.
આવા દશ કોડ ને એક કોડે ગુણતાં દશ કડાછેડી-દશ લાખ અબજ-સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમે એક સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ થાય છે. અહીં રા સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ લેવાના હેવાથી કુલ ૨૫ કોટાકડી-ર૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ (પચીસ લાખ અબજ) પલ્યોપમના જેટલા સમય છે. તેટલી સંખ્યામાં સર્વ દ્વીપ સમુદ્રો છે. આ સંખ્યા દ્વીપ અને સમુદ્રોની જુદી જુદી નહિ પણ બન્ને મળીને ટીપ-સમુદ્રો જાણવા.
૩. બાદર અદ્ધા પલ્યોપમ–પૂર્વે કહેલા બાદર વાલા જે સંખ્યાતા છે તેને સો સો વર્ષે એક એક ટુકડો કાઢતાં જ્યારે પ્યાલે ખાલી થાય તેટલા કાળને બાદર અદ્દા પલ્યોપમ કહેવાય છે. આમાં સંખ્યાતા વાળના ટુકડા હોવાથી સંખ્યાતા સો
૧, દેવકુરુ-ઉત્તરકુરુ યુગલિક મનુષ્યના આઠ વાળ ભેગા કરીએ તેટલી રમ્યફક્ષેત્ર અને હરિવર્ષ ક્ષેત્રના યુગરિક
મનુષ્યના માથાના વાળની જાડાઈ હોય છે. તેમના આઠ વાળની જાડાઈ જેટલા હેમવંત અને હિરણ્યવંત ક્ષેત્રના યુગલિક મનુષ્યના માથાના વાળની જાડાઈ હોય છે. તેમના આઠ વાળની જાડાઈ જેટલા મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યના માથાના વાળની જાડાઈ હોય છે. વળી તેમના આઠ વાળની જાડાઈ જેટલા ભરત અને અરવત ક્ષેત્રના મનુષ્યના માથાના વાળની જાડાઈ હેાય છે. કુરુક્ષેત્રના યુગલિકના ૨૦૯૭૧૫ર વાળ ભેગા કરીએ ત્યારે ઘેટાને એક વાળ થાય છે. માટે ઘેટાના એક વાળના સાત વાર આઠ આઠ ટુકડા કરાવાના કહ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org