________________
બહત ક્ષેત્ર સમાસ હવે પાછો અનવસ્થિત પ્યાલો ઉપાડીને શલાકા પ્યાલો જ્યાં ખાલી થયો ત્યાંથી આગળ આગળના હીપ-સમુદ્રમાં એક એક દાણા નાખતા ખાલી થાય એટલે એક દાણે શલાકામાં નાખો. આમ અનવસ્થિત પ્યાલો ભરી ભરીને ખાલી કરતા પૂર્વની જેમ શલાકા પ્યાલો ભરવો પછી શલાકા ઉપાડી ઉપાડીને આગળ આગળના દ્વિપસમુદ્રોમાં ખાલી કરીને સાક્ષીરૂપ એક દાણો પ્રતિશલાકામાં નાખો.
આ પ્રમાણે પ્રતિશલાકા પ્યાલો ભરાઈ જાય ત્યારે અનવસ્થિત અને શલાકા પ્યાલા ભરેલા સ્થાપીને, પ્રતિશલાકા પ્યાલું ઉપાડીને એક એક દાણે આગળ આગળના દ્વીપસમુદ્રમાં નાખતાં હાલ ખાલી થાય એટલે એક દાણ સાક્ષીરૂપે ચોથા મહાશલાકા નામના પ્યાલામાં નાખવો. પછી શલાકા પ્યાલો ઉપાડીને એક એક દાણો આગળ આગળના ટીપ-સમુદ્રમાં નાખતા જવું. તે ખાલી થાય એટલે એક દાણે ત્રીજા નંબરને પ્રતિશલાકા પ્યાલામાં નાખો. તે પછી અનવસ્થિત પ્યાલો ઉપાડીને આગળ આગળના દીપ-સમુદ્રમાં એક એક દાણે નાખતા જવું. ખાલી થાય એટલે એક દાણે શલાકા પ્યાલામાં નાખવો.
આ રીતે અનવસ્થિત પ્યાલાથી શલાકા પ્યાલે ભરે; શલાકા પ્યાલાથી પ્રતિશલાકા પ્યાલો ભરે, પ્રતિશલાકા પ્યાલાથી મહાશલાકા પ્યાલો ભરે.
આમ ચારે પ્યાલા ભરાઈ જાય અને આગળ એક પણ દાણા નાખવાનું રહે નહિ, ત્યારે ચારે પ્યાલા ભરેલા રહ્યા તેમાં અનવસ્થિત પ્યાલો જે દ્વીપ કે સમુદ્ર ખાલી થયો તે દ્વીપ કે સમુદ્રના વિસ્તાર જેટલા માપનો અનવસ્થિત પ્યાલો ભરેલો રાખે. જ્યારે બાકીના ત્રણે પ્યાલા તે લાખ-લાખ એજનના વિરતારવાળા જ છે;
હવે સરસવના દાણાથી ભરાયેલા ચારે પ્યાલાના દાણાનો કોઈ એક વિશાળ સ્થાને ઢગલે કરે, ઉપરાંત દ્વીપ-સમુદ્રમાં જેટલા દાણા પૂર્વે નાખેલા છે તે બધા દાણું આ ઢગલામાં ભેગા કરવા. પછી આ ઢગલામાંથી એક દાણો ઓછો કરવો. આ દાણાની જે સંખ્યા થાય તે સંખ્યાને જૈનદર્શનમાં ઉત્કૃષ્ટ સંખ્યાતુ કહેવાય છે. ત્રણ સંખ્યાથી માંડીને ઢગલામાંના બે દાણ ઓછા સુધી મધ્યમ સંખ્યાતુ કહેવાય છે.
આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org