________________
જેનદષ્ટિએ મહા ભૂગોળ–સંખ્યાનું સ્વરૂપ
ઉંડાઈ તે દરેક વખતે એક હજાર જનની આઠ જન ઉંચે અને અડધા ગાઉની કિનારી સમજવી.
હવે એવી કલ્પના કરો કે આ પ્યાલાને કોઈ દેવ ડાબા હાથમાં ઉપાડી તેમાંના એક દાણાને જમણા હાથે જંબૂદ્વીપમાં નાખે, બીજે દાણ લવણ સમુદ્રમાં, ત્રીજો દાણો ધાતકી ખંડમાં, ચોથે દાણ કાલોદધિ સમુદ્રમાં નાખે એમ આગળઆગળ દ્વીપસમુદ્રમાં એક એક દાણો નાખતા જાય. જે દ્વીપ કે સમુદ્ર પાસે આ પ્યાલો ખાલી થાય ત્યાં તે દ્વીપ કે સમુદ્રના જેટલા વિરતારવાળો એક હજાર જન ઉડે વેદિકા સહિત પ્યાલો શિખા સુધીને સરસવના દાણાથી ભરે અને પાછા એ પ્યાલું ઉપાડીને એક એક દાણો આગળ આગળના દ્વીપસમુદ્રમાં નાખતાં જયાં આ પ્યાલે ખાલી થાય ત્યાં તે કપ કે સમુદ્રના જેટલા વિરતારવાળો પ્યાલો ત્રીજીવાર સરસવથી શિખા સુધીને ભરવો અને એક દાણે સાક્ષી તરીકે બીજા નંબરના–શલાકા નામના પ્યાલામાં નાખવો.
ભરેલો પ્યાલો પાછો ઉપાડી એક એક દાણે આગળ આગળના દ્વિપસમુદ્રમાં નાખતાં જ્યાં પ્યાલો ખાલી થાય ત્યાં તે દ્વીપ કે સમુદ્ર જેટલા વિસ્તારવાળો પ્યાલે શિખા સહિત સરસવના દાણાથી ભરી, એક દાણો શલાકા નામના પ્યાલામાં નાખો, એટલે શલાકી નામના પ્યાલામાં બે દાણા થયા.
અને ધ્યાન રાખવું કે દરેક દ્વીપસમુદ્ર ડબલ ડબલ વિરતારવાળો છે. એટલે તે પ્રમાણે અનવસ્થિત પ્યાલો જ્યાં ખાલી થાય ત્યાં તેટલા વિસ્તારવાળો અનવસ્થિત પ્યાલો લેવો. આથી દરેક વખતે અનવસ્થિત પ્યાલો ઘણું ઘણા મોટા વિસ્તારવાળો બનશે. જયારે ઉંડાઈ તે દરેક વખતે એક હજાર એજન, આઠ જન જગતી અને બે ગાઉની વેદિકાવાળી જાણવી.
આ રીતે અનવરિત યા વારંવાર ભરીને અને ખાલી થતાં એક એક દાણે શલાકા નામના પ્યાલામાં નાખતાં, જ્યારે શલાકા નામને પ્યાલો શિખાસહિત ભરાઈ જાય ત્યારે જે દ્વીપ કે સમુદ્ર હોય તેટલા વિસ્તારવાળા અનવસ્થિત પ્યાલો સરસવથી ભરીને ત્યાં મૂકી રાખો. અને શલાકા નામને બીજો પ્યાલું ઉપાડીને તેમને એકએક દાણો આગળ આગળના દ્વીપ-સમુદ્રમાં નાખતા શલાકા પ્યાલો ખાલી થાય ત્યારે સાક્ષી તરીકે એક દાણો ત્રીજા નંબરના પ્રતિશલાકા નામના પ્યાલામાં નાખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org