________________
જૈનદષ્ટિએ મહા ભૂગાળ-મ‘ગળ
લાક. આખા લેાક ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયરૂપ પંચાસ્તિકાયમય છે.
ઉલાકમાં વૈમાનિક દેવા, ચૈવેયક દેવા, અનુત્તર દેવા અને તેમનાં વિમાન, તથા સિદ્ધશિલા અને તેના ઉપર લેાકાંતે સિદ્ધભગવતા રહેલા છે. અધેાલાકમાં ભવનપતિ દેવા અને તેમના ભવના તથા નારકીએ અને તેમને રહેવાના નરકાવાસ આવેલા છે. તીર્થ્યલાકમાં અસંખ્ય દ્વીપ–સમુદ્રો, મનુષ્યા, તીય ચા, વ્યંતર દેવા, વાણવ્યંતર દેવા ચાવત્ જ્યાતિષી દેવા રહેલા છે. આ બધાનું વિવરણ વિવિધ ગ્રંથામાં પૂર્વાચાય ભગવતા આદિએ કરેલું છે. જ્યારે આ ગ્રંથરત્નમાં સમયક્ષેત્ર એટલે મનુષ્યક્ષેત્ર; જયાં સૂર્ય-ચંદ્રની ગતિ અનુસાર રાત્રી-દિવસ વગેરે થાય છે તેથી સમયક્ષેત્ર કહેવાય છે. તેનું વિશેષ વર્ણન કરવાનું છે.
મનુષ્યક્ષેત્રમાં જમૂદ્રીપ, લવણ સમુદ્ર, ધાતકી ખંડ, કાલેાધિ સમુદ્ર અને પુષ્કર દ્વીપના અડધા ભાગ ગણાય છે. તેનું સ્વરૂપ આ ક્ષેત્રસમાસ ગ્રંથમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ગુરુભગવંત કહેશે. અર્થાત્ ‘આ શ્રી બૃહત્ ક્ષેત્રસમાસ નામના ગ્રંથ ગુરુઉપદેશ અર્થાત્ આગમામાં કહ્યા મુજબ ગુરુઉપદેશને અનુસારે હું કહીશ.' આ પ્રમાણે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પ્રથમ ગાથામાં જણાવેલ છે. ૧
जंबुद्वीवाईया, सयंभुरयणायगबसाणाओ । सब्वे वि असंखिज्जा दीवोदहिणो तिरियलोए ॥ २ ॥
છાયા—નવૃદ્ધીપાય: સ્વયંમૂરના વિસાના:।
सर्वेऽपि असङ्ख्येयाः द्वीपसमुद्रास्तिर्यक् लोके ॥ २॥
અ—તીસ્ખલાકમાં પહેલા જમૂદ્રીપ અંતે-છેલ્લા સ્વયંભૂરમણ સમુદ્ર છે. બધા થઇને અસંખ્યાતા દ્વીપ–સમુદ્રો છે.
વિવેચન—આ તીર્થ્ય લેાકમાં અસંખ્યાતા દ્વીપે। અને અસંખ્યાતા સમુદ્રો છે; તેમાં સૌથી પહેલે અને બધા દ્વીપ–સમુદ્રોની વચમાં—મધ્યમાં થાળી જેવા આકારવાળા, ચપટા ગાળ એવા જંબૂ નામના દ્વીપ છે. ત્યાર પછી તેને ફરતા બંગડી આકારે લવણ સમુદ્ર, તેને ફરતા ધાતકીખંડ દ્વીપ, તેને ફરતા કાલેાધિ સમુદ્ર, તેને ફરતા પુષ્કરવર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org