________________
બૃહત્ ક્ષેત્ર સમાસ પાંચ અને એક રજજુ પ્રમાણ વિસ્તારવાળા લોકમાં, નીચે અધે લોકના સાત રજજુમાં સાત નારકીના નરકાવાસ, ભવનપતિ દેવના ભવનો આવેલા છે. તીરછી લોકના ૧૮૦૦ જનમાં નીચે રત્નપ્રભા પૃથ્વીની અંદર વ્યંતર અને વાણવ્યંતર દેવના નગર છે, તળીયાના ભાગ ઉપર આપણે રહીએ છીએ, ત્યાં મનુષ્ય, વિકલેન્દ્રિ, તીર્થંચ પંચેન્દ્રિય અને અસંખ્ય દ્વિપસમુદ્રો આવેલા છે, તેમજ ઉંચે જયોતિષી ના વિમાને રહેલા છે. ઉર્વ લોકમાં વિમાનિક દે–તેમનાં વિમાન વગેરે સર્વ પદાર્થોનું વર્ણન કરવામાં આવેલું છે.
શ્રી બહત ક્ષેત્રસમાસ પ્રકરણના ટીકાકાર શ્રી મલયગિરિજી મહારાજ ટીકાની શરૂઆત કરતા કહે છેઃ
जयति जिनवचनमवितथममितगभीरार्थमखिलनयकलितम् । अजित परतीथिंगणैः शिवसुखफलदायि परमशिवम् ॥ १॥ कलिकालेऽपि यथास्थितजिनसिद्धान्तप्रकाशकरणेन । जयति भरतैकदीपो जिनभद्रगणिक्षमाश्रमणः ॥२॥ विवृणोमि यथाशक्ति क्षेत्रसमासं समासतः स्पष्टम् ।
यदवगतो मन्दा अपि जायन्ते श्रुतविदः परमाः ॥३॥
અથ—અવિતથ–સત્ય, પાર ન પમાય, ગંભીર અર્થવાળું, સઘળા નયથી યુક્ત, પરદર્શનીથી ન છતાય તેવું, પરમ કલ્યાણ કરનારું, મોક્ષ સુખના ફલને આપનારું, શ્રી જિનેશ્વર ભગવંતનું વચન જય પામે છે. ૧
યથાસ્થિત-જેવાં છે તેવાં શ્રી જિનેશ્વર ભગવંતના સિદ્ધાંતને પ્રકાશ કરવામાં કલિકાલમાં પણ ભરતક્ષેત્રને વિષે એક દીપ=અનુપમ દીપકસમાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ જય પામે છે. ર
ક્ષેત્રસમાસ પ્રકરણને સંક્ષેપમાં સ્પષ્ટ રીતે હું યથાશક્તિ મારાં જ્ઞાનની શક્તિ પ્રમાણે અર્થનું વિવેચન કરું છું, જે જાણવાથી મંદ બુદ્ધિવાળા પણ શ્રુતના શ્રેષ્ઠ જાણકાર થાય છે. ૩
હવે આ ગ્રંથરત્નમાં રત્નપ્રભા પૃથ્વીની ઉપર આપણે રહિએ છીએ, તે ઉપરના તળીયામાં આવેલાં અસંખ્ય દ્વીપ તથા અસંખ્ય સમુદ્રોનું વર્ણન સંક્ષેપમાં કહેવાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org