________________
S
બેધામૃત પ્રતીતિ થઈ જાય કે તેની આજ્ઞામાં જ આટલું જીવન ગાળવું છે, તે તે ભાવના પણ પરમ કલ્યાણકારી છે. મરણની કોઈને ખબર નથી. મોટા થઈને કે ઘરડા થઈને મરી જાય એમ બનતું નથી અને આ લાગ ખો તે મનુષ્યભવ, આર્યદેશ, ઉત્તમ કુળ અને ધર્મ પામવાની આવી જોગવાઈ મળવી મહા મહા દુર્લભ છે. કળિકાળ છે અને અસત્સંગથી જીવ ઘેરાઈ રહ્યો છે. તેમાં માત્ર પુરુષનાં વચનામૃત, રાસંગ અને ધર્મમાં વૃત્તિને વારંવાર જોડવાને પુરુષાર્થ જીવ સવેળા ચેતીને કરે તો તરવાનો ઉપાય કંઈક હાથ લાગે, નહીં તે આ ભવ હારી ગયા પછી શું થશે ? એ વિચારતાં ત્રાસ છૂટે એવાં આ કાળના જીવોનાં કર્મ જ્ઞાની પુરુષે જાણ્યાં છે. એવાં કર્મ ન હોય તો આ કાળે આવા ક્ષેત્રે જન્મ ન હોય. ડાહ્યા પુરુષે પિતાનું હિત કરવા અર્થે પુરુષની કઈ આજ્ઞા – રાગદ્વેષ તજવાની, સ્મરણમાં રહેવાની કે જે કઈ કરી હોય તેમાં ચિત્તને વારંવાર શેકવું પડ્યું છે.
૨૯
અગાંસમાગસર વદ ૧૩, ૧૯૮૫ દેહભક્ત જગમેં ઘણ, દેશભક્ત છે સૅક;
દેવભક્ત જગમેં ઘણા, ગુરુભક્ત છે કેક. ચક્રવર્તીની સમસ્ત સંપદા કરતાં પણ મનુષ્યભવની એક પળ પણ વિશેષ મૂલ્યવાન છે. એવા મનુષ્યભવના રત્નખચિત આભૂષણ જેવા દિવસેના દિવસે ઉપરાઉપરી ચાલ્યા જાય છે, પણ જીવને તેને સદુપયોગ કરી લેવાનું સૂઝતું નથી એ વારંવાર વિચારવા જેવું છે. આવા ને આવા દિવસો સદાય રહેતા નથી એમ જાણ્યા છતાં, વૃદ્ધાવસ્થા, રેગ અને મરણનું અવશ્ય આવવું છે એમ જાણ્યા છતાં જીવને વિચાર સરખે નથી આવતે કે પૂર્વપુણ્યની કમાણીને લીધે અત્યારે આ મનુષ્યભવની પ્રાપ્તિ થઈ ઉત્તમ કુળમાં જન્મ થયે, ધારે તે ઘણે પુરુષાર્થ કરી શકે તેવી શરીર, મન, વચન, ધન, ધર્મ આદિની શુભ જોગવાઈ મળી છે. નીરોગ અવસ્થા અને જુવાનીની સાથે લગી જોગવાઈ ફરી ફરી પ્રાપ્ત થતી નથી.
આ બધાં સાધને જે શુભમાર્ગમાં વપરાય તે પરભવનું હિત સાધી મોક્ષમાર્ગ પમાડે તેવું સમકિત પ્રાપ્ત થાય અને અનંત ભવનું પરિભ્રમણ ટળી જાય ને વધારેમાં વધારે પંદર ભવે તે અવશ્ય મોક્ષ થાય; નહીં તે તે જ ભવે કે બેચાર ભવે મોક્ષ થાય. કેવી સરસ કમાણી? પણ હજી પરિભ્રમણથી જીવ થાકયો નથી. ધર્મના માર્ગમાં વિદ્ધ કરનાર પાંચ ઇંદ્રિયેના વિષયેની સામગ્રીમાં આસક્તિ અને ક્રોધ, માન, માયા અને લાભનાં કારણોમાં હજી જીવને મીઠાશ લાગે છે. નાટક જેવું હોય તો આખી રાત્રિ જાગી ધન અને નેત્રને દુરુપયોગ કરવામાં પાછો ન પડે, પણ ભક્તિ, ભજન, મુખપાઠ, વાચન, વિચાર, સ્મરણ આદિ ધર્મકાર્યો કરવામાં આળસ થાય, ઊંઘ આવે, કંટાળે આવે અને પડતું મૂકે, કાલ થશે એમ મન વાળે, પણ કાલે મોત આવશે, રોગ આવશે, શિથિલપણું, ગાંડપણ અને અનેક આધિ, વ્યાધિ, ઉપાધિની જાળ ક્યારની કેટલી વાટ જોઈ રહી હશે તેને વિચાર આવતો નથી. બિલાડી વાસણમાં દૂધ ભરેલું દેખે છે પણ પાસે ડાંગ પડી છે તે દેખતી નથી, અને દેખે છે તો તેને ભાન નથી કે દૂધ પીવા જતાં કેડ ભાંગી જશે તે શી વલે