________________
૪૧
પત્રસુધા આપણી બધી પ્રવૃત્તિ લાગે છે. માટે આ નકામી અને અંતે અનર્થકારી સંસારી પ્રવૃત્તિમાં ચિત્તની વૃત્તિ વહેતી હોય તે સદ્ગુરુને શરણે લાવી સંસારને નાશ કરવા ચિત્તમાં લક્ષ રાખવા યોગ્ય છે. માટે આજ સુધી થઈ તે થઈ. પણ હવે કાળ નકામો ન જાય, અને જેમાં આપણે કંઈ લેવાદેવા ન હોય તેવાં કામમાં પડી નકામાં કર્મબંધન કરવામાં ખોટી થવું અને મરવું એ બરાબર છે એમ માની, આ આત્માની દયા લાવી, ઝાઝો કાળ તેને સંસારમાં રઝળવું ન પડે તેવી શુભ પ્રવૃત્તિમાં સદ્ગુરુ આજ્ઞાએ વર્તવામાં કાળ ગાળ યોગ્ય છે.
૨૮ અગીસ, ભાદરવા વદ ૩૦, શનિ, ૧૯૮૪ વિપત્તિ, વારુ, વિચારતાં, કાયા કોર્ટે દુઃખ
સદ્ગુરુ બિન શા કામનાં, માયા સંપત્તિ સુખ. આ સંસારમાં જીવ અનાદિકાળથી અજ્ઞાન દશામાં બ્રાંતિપણે પરિભ્રમણ કર્યા કરે છે, પણ “હું કોણ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું?” એવા વિચાર પ્રેરનાર કઈ સપુરુષને તેને વેગ થયું નથી. સંસારની અનિત્ય અને અસાર ઈન્દ્રવારણ જેવી વસ્તુની વાસનામાં આટલાં વર્ષ ખેયાં તે પણ જીવને સત્ય વસ્તુ પ્રત્યે પ્રેમ ન આવ્યું. તેનું કારણ, કે પુરુષની શોધ કરી સર્વ સંશય ટાળી પરમશાંતિ પ્રાપ્ત કરવાની જીવને જિજ્ઞાસા જાગી નથી, અને સસંગ સત્પરુષને યોગ મેળવી તેના બેધને વિચાર કરવા જીવ ગૂરણા નહીં કરે ત્યાં સુધી સાચે માર્ગ મળવો મુશ્કેલ છે. પાંચ ઇન્દ્રિયના વિષયે જીવને પ્રિય લાગ્યા છે તેથી ઇન્દ્રિયની ઈચ્છાઓ પૂરી પાડવા દેશપરદેશ ભટકી અનેક સંકટો વેઠી અથાગ પરિશ્રમ જીવ ઉઠાવે છે. એટલી જ જરૂર જો આ આત્માને જન્મ, મરણ, રોગ, વ્યાધિ, નરક, તિર્યંચના દુઃખમાંથી છેડાવવા માટે જણાય તે જીવ તે માટે પણ પુરુષાર્થ કરવા લાગે. પણ ઉપલક દૃષ્ટિએ જીવને નાટક જેમ પ્રિય લાગે છે પણ ધનને વ્યય, ઉજાગરો, કુસંગ અને કર્મબંધન તથા ટેવ પડી જાય તે મહા હાનિ થાય તે દેખાતાં નથી પણ વિચાર કરે તે જણાય, સમજાય તેમ છે; તેમ જ આ અસાર સંસારને સત્ય માની જીવ અનેક કષ્ટ માત્ર ધન મેળવવા ઉઠાવે છે અને ઘણાં હલકાં કામ કરે છે, તેને વિચાર કેઈ સરુ-સમાગમે થાય તે દૃષ્ટિ ફરતાં સત્ય વસ્તુ આ મનુષ્યભવમાં સમજી શકાય તેમ છે. મનુષ્યભવની તે સ્વર્ગના દેવો પણ ઇચ્છા કરે છે તેવો અમૂલ્ય અવસર પામી જીવ જે સંસારી સ્વાર્થી લોકેની પાછળ દેખાદેખી ગાડરની પેઠે વહ્યો જાય તે તેને ભવ પશુ સમાન ગણાય. પિતાને પાક વિચાર કરવાની શક્તિ ન હોય અને તે જેમ ન હોય તે પણ જીવ જે સદ્ગુરુએ જે જાયું છે તે માટે માન્ય છે અને તેની આજ્ઞાએ વતી મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે એ દઢ નિશ્ચય કરી, પાપનાં – અનીતિનાં કાર્યથી ડરતો રહે અને સત્યરુષને સમાગમ, બેધ અને સેવાની ભાવના રાખી આટલે આવરદા – જીવનકાળ એ સાચા પુરુષને નિશ્ચય કરી તેને આશ્રય ગ્રહણ કરે તે પરમસુખનાં કારણની તેને પ્રાપ્ત થવા યોગ્ય છે. પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર દેવનાં વચને અમૃત સમાન છે. તેનું અવલંબન લઈ તે જ પુરુષ ઉપર દઢ