________________
४७
એનું સ્વપ્ન જો દર્શન પામે રે, તેનું મન ન ચઢે બીજે ભામે રે; થાય સદ્ગુરુનો લેશ પ્રસંગ રે, તેને ન ગમે સંસારીનો સંગ રે. હસતાં રમતાં પ્રગટ પ્રભુ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે;
મુક્તાનંદનો નાથ વિહારી રે, સંતો જીવનદોરી અમારી રે.' એવી ભાવના આત્મસાક્ષાત્કાર માટે, ભવ્ય જીવને આવા પ્રસંગમાં જાગે છે. માટે જે સત્સાધન તમને મળ્યું છે, તેમાં વિશેષ કાળ ગાળવો, વાંચવું, સાંભળવું, સમજવું; પણ શોકના વિચારમાં પડી આર્તધ્યાન થવા ન દેવું. આપણે પણ આ મનુષ્યભવનું આયુષ્ય પહોંચે છે ત્યાં સુધીમાં સમાધિમરણની તૈયારી કરી લેવી છે, એ વાત Æયમાંથી વીસરાય નહીં, એવી કાળજી રાખ્યા કરવી.
પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” એવું પરમકૃપાળુદેવે કહ્યું છે. માટે ક્લેશિત થવા યોગ્ય નથી. સત્સાધનમાં વૃત્તિ વારંવાર વાળવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. પૂ. ....ને ધન્યવાદ ઘટે છે કે આવા પ્રસંગે સહાયક બની ધર્મવૃત્તિ પોષે છેજી. (બી-૩, પૃ.૫૦૩, આંક ૫૪૧) પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્માનાં વચન આ કાળમાં અમૃત જેવાં છે. કળિકાળની જ્વાળાને શાંત કરી, શીતળીભૂત બનાવે તેવાં છે. શ્રદ્ધાપૂર્વક સપુરુષોનાં વચનોની ઉપાસના અને તે લક્ષ્ય પ્રવર્તન થશે તેટલો મોક્ષમાર્ગ પ્રગટ થશે, એમાં સંદેહ નથી. ખામી માત્ર સર્બોધ અને પુરુષાર્થની છે. એક-એક શબ્દમાં અનંત આગમ સમાય તેવાં અમૂલ્ય વચનોનું સત્સંગમાં શ્રવણ થાય, તેમાં પ્રેમ આવે અને ભાવની વૃદ્ધિ થાય તો મોક્ષ
દૂર નથી. (બો-૩, પૃ.૯૦, આંક ૮૦) | સર્વ ભાઈઓ એકઠા થાઓ ત્યારે યથાશક્તિ વાંચવું વિચારવું કરવાનો મહાવરો રાખતા હશો. એમ કરતાં-કરતાં જ રુચિ બળવાન થાય છે. પરમકૃપાળુદેવનાં વચનો આ કાળમાં તો અમૃતની વૃષ્ટિ સમાન છે. બીજાં પુસ્તકો જોઇએ છીએ ત્યારે પરમકૃપાળુદેવનાં વચનોની ગહનતા અને પરમ ઉપકાર વારંવાર તરી આવે છે. બીજું કંઈ વિવેચન ન થાય તો પણ તેના તે જ શબ્દો વારંવાર બોલાશે, સંભળાશે તોપણ જીભ મળી છે, તે લેખે આવશે, કાન પાવન થશે. વિશેષ શું લખવું? આપણું જીવન એમનાં વચનના આશયે પ્રવર્તે, એ જ ભાવના કર્તવ્ય છેજ. જેટલું સમજાય તેટલી તેની કૃપા છે અને નહીં સમજાતું હોય તે તેની કૃપા થયે સમજાશે, એટલો વિશ્વાસ
ટકાવી રાખવા યોગ્ય છેજી. (બી-૩, પૃ. ૧૨૬, આંક ૧૨૪) T ત્રિવિધ તાપથી બળતા લોકને શરણરૂપ એક પરમકૃપાળુદેવનાં દિવ્ય અમૃતમય વચનો છે; તેનો રસ
પીનાર મુમુક્ષુઓ પણ મહાભાગ્યશાળી છે, પણ તેનો રસ ચાખવા માટે જીવને ધીરજ, શાંતિ, ક્ષમા, દયા, સમતા આદિ ગુણોની જરૂર છે, તે આપણામાં આવી જાય તો પછી જગત જખ મારે છે; કોઈ આપણું કિંચિત્ પણ બગાડવા સમર્થ થાય તેમ નથી. (બી-૩, પૃ.૪૧૩, આંક ૪૨૦)