________________
મહાનુભાવ મરિચિ યાને
૪૩
અનુમાન કરવા માટે આ પ્રસંગે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
મરિચિનું સૂત્ર વિરૂદ્ધ પ્રતિપાદન અહીં સુધી તે મરિચિના મને મંદિરમાં શ્રદ્ધાને દીપક સતેજ હતું, પણ કપિલની પાસે પિતાના માર્ગનું સ્પષ્ટીકરણ થયા બાદ કપિલે પુનઃ મરિચિને પ્રશ્ન કર્યો કે-તમે કહે છે તે બધું બરાબર, પણ શું પ્રભુનાં સાધુઓનાં સંયમ માર્ગમાં જ ધર્મ છે અને તમારા ત્રિદંડિક માર્ગમાં ધર્મ નથી ? કપિલે જ્યાં આ પ્રશ્ન કર્યો ત્યાં મરિચિ મૂંઝવણમાં પડયા. શુદ્ધ ધર્મનું સ્થાન પ્રભુના સાધુઓ પાસે જ છે. પિતાના ત્રિદંડિક ધર્મમાં મેક્ષને કારણભૂત ધર્મનું સ્થાન નથી-એ વાત શ્રદ્ધામાં હોવા છતાં જે હું મારા ત્રિદંડિક માર્ગમાં ધર્મને સર્વથા અભાવ છે એમ જણાવીશ તે મારી કિંમત શું ? આમ અંતઃકરણમાં પ્રકટેલી માનદશાએ શ્રદ્ધાના સતેજ દીપકને બુઝાવી નાંખે. એ શ્રદ્ધાને દીપ બુઝાઈ જતાં આત્મમંદિરમાં અંધકાર પ્રવેશ્યા અને મરિચિના સુખમાંથી શબ્દો નીકળ્યા કે- fપા ! ફુલ્યું હયં”િ “કપિલ ! સાધુના માર્ગમા પણ ધર્મ છે, અને અહીં મારા માર્ગમાં પણ ધર્મ છે.”
માનસિક કરી પ્રસંગે મરિચિનું શૈથિલ્ય
કેઈપણ શ્રદ્ધાસંપન્ન તેમજ ધર્મપરાયણ આત્માને કસેટીને પ્રસંગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તે પોતાની શ્રદ્ધા