________________
૮૫
અઢારમે ભવ “ત્રિપૃષ્ઠ-વાસુદેવ અભિલાષા જાગૃત થાય તે સ્ત્રીવેદ. જે કર્મોદયજન્ય વાસનાની નિવૃત્તિ માટે સ્ત્રી સંગને અભિલાષા થાય તે પુરુષવેદ, અને જે કર્મોદયજન્ય તીવ્ર વાસનાની તૃપ્તિના કારણે સ્ત્રી -પુરૂષ ઉભયનાં સંગને અભિલાષ થાય તે નપુંસકવેદ છે. પુરુષવેદજન્ય વાસના દેખાવમાં કોઈ વાર મંદ અથવા કઈ કવાર તીવ્ર હોય, પરંતુ તેને કાળ અ૯પ હોય છે. સ્ત્રીદજન્ય વાસના પુરુષવેદની અપેક્ષાએ વધુ તીવ્ર અને તેને કાળ વધુ હેય અર્થાત્ વાસનાની નિવૃત્તિ લાંબા કાળે થાય છે. તેમ જ નપુંસકવેદજન્ય વાસના અત્યન્ત તીવ્ર હોય છે એને વાસનાની નિવૃત્તિ હાય નહિ. કદાચ નિવૃત્તિ જેવું ઉપલક દષ્ટિએ લાગે પણ અંતરંગ દ્રષ્ટિએ તે વાસનાને પ્રબળ અગ્નિ ભલે જ હેય, પુરુષવેદજન્ય વાસના ઘાસના ભડકો સમાન, સ્ત્રીવેદજન્ય વાસના છાણ અથવા બકરાની લીંડીના અગ્નિ સમાન અને નપુંસકવેદજન્ય વાસના નગરમાં લાગેલા પ્રચંડ અગ્નિ સમાન જ્ઞાનીઓએ શાસ્ત્રોમાં વર્ણન વેલ છે.
લિંગમાં સ્ત્રી છનાં વેદમાં પુરુષવેદ વગેરે
શરીરના અંગે પગેને આકાર પુરુષને હોવા છતાં તેને વાસનામાં પુરુષવેદ જ હોય એ નિયમ નથી. આકૃતિમાં પુરુષ છતાં વાસનામાં પુરુષ-સ્ત્રી યાવત નપુંસકવેદજન્ય મંદતીવ્ર તીવ્રતર વસનાઓ હોય છે. અને યાવત, અવેદી અર્થાત્ સર્વથા વાસનારહિતપણું પણ પ્રાપ્ત થઈ શકે છે. એ પ્રમાણે શરીરની આકૃતિ સ્ત્રી તેમ જ નપુંસકની