________________
વિંશતિસ્થાનક–પંદરમું ગોયમ પદ
રર૯ વંત, આ પંદરમા પદ તરીકે લેવાય તે તે વધુ ગ્ય લાગે છે. જૈનશાસનમાં ભગવાન તીર્થકર દેવેનું સર્વોત્તમ સ્થાન છે. અને ત્યાર બાદ ગણધર ભગવંતેનું સ્થાન આવે છે. એ ગણધર ભગવંતેમાં પણ જે તીર્થકર ભગવંતનાં જેટલા ગણધરે હોય તે સર્વ ગણધરે જે કે ગણધર પદની લબ્ધિની અપેક્ષાએ સરખા પૂજનીય છે એમ છતાં પ્રથમ ગણધરનું સ્થાન બીજા ગણધરની અપેક્ષાએ વધુ ઉંચું છે તીર્થપદની શાસ્ત્રોમાં વ્યાખ્યા પ્રસંગે ચતુર્વિધ સંઘને તીર્થ તરીકે ગણેલ છે તે પ્રમાણે પ્રથમ ગણધરને પણ તીર્થ તરીકે ગણેલ છે, પરંતુ બાકીનાં ગણધરને તીર્થ સ્વરૂપ ગણવામાં આવ્યા નથી.
પ્રથમ ગણધર ભગવંતની મહત્તા કોઈપણું તીર્થકર ભગવાન કેવલજ્ઞાન પ્રાપ્ત થયા બાદ સમવસરણમાં બિરાજમાન થઈ પ્રથમ ધર્મદેશના આપે છે તે જ અવસરે ગણધર પદની ગ્યતાવાળા મહાનુભાવે સમવસરણમાં હાજર હોય છે, ભગવંતની ધર્મ દેશને સાંભળી તેઓ પ્રતિબંધ પામે છે, ત્યાં ને ત્યાં સંયમ ગ્રહણ કરે છે, એટલું જ નહિ પરંતુ તે જ અવસરે ભગવાન તીર્થકર દેવના શ્રી મુખેથી “ જો વા, વિઠ્ઠ વા, ઘરે વા” આ ત્રિપદીને શ્રવણ કરી અંતમુહૂર્ત માત્રામાં સમગ્ર દ્વાદશાંગીની સૂત્ર રચના એ પ્રત્યેક ગણધરની બીજ બુદ્ધિમાં ક્રમબદ્ધ સંક્લના રૂપે તૈયાર થઈ જાય છે. સર્વે ગણધરની દ્વાદશાંગીમાં સૂત્રરચનાની અપેક્ષાએ અક્ષર પદ,