________________
૨૭૬
શ્રમણ ભગવાન મહાવીર વંતે જ્યારે ધર્મદેશના આપતા હોય ત્યારે જ તેમને તીર્થકર કહેવાય છે. તીર્થકર નામકર્મને ભેગવટે થે અને ભગવટા દ્વારા એ કર્મ પણ આત્મપ્રદેશથી કમે કમે છુટું પડવું. આ હકીકત માટે અજિત્રાળાઘમ્મસના શાસ્ત્રનાં આ વચને સુપ્રસિદ્ધ છે.
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તીર્થંકર પરમાત્માનાં જીવન પર્યત અવૃક્ષ વગેરે અષ્ટ મહા-પ્રાતિહાર્યની નિરંતર હાજરી હોવાનું શાસ્ત્રમાં જે વર્ણન આવે છે તે અષ્ટ-મહાપ્રાતિહાયની સતત હાજરી એ તીર્થંકરનામકર્મનું મુખ્ય ફળ નથી, મુખ્ય ફળ તે ગ્લાનિ (શ્રમ) રહિત ધર્મદેશના અને તેના પરિણામે ધર્મતીર્થનું પ્રવર્તન તીર્થ કરનામકર્મનું મુખ્ય ફળ છે. એમ છતાં તીર્થકરના ભવની અપેક્ષાએ આગલા ત્રીજા ભવમાં જ્યારથી તીર્થંકર નામકર્મને નિકાચિત બંધ થાય છે, ત્યારથી એ તીર્થ કરનામકર્મને પ્રદેશદય ચાલુ હોય છે. અને માતાજીને ચૌદ સ્વપ્ન દર્શન વગેરે અનેક પ્રકારને મહિમા શરૂ થઈ જાય છે. તીર્થંકરનામકર્મને નિકાચિત બંધ થયા પછી, અવશ્ય ભાવિભાવના કારણે, શ્રેણિકમહારાજની માફક તીર્થકરના આત્માને નરકમાં ઉત્પન્ન થવાને પ્રસંગ આવે તે નરકમાં પણ એ તીર્થંકરભગવંતના આત્માની બીજા નારકીને ની અપેક્ષાએ અનેક પ્રકારની વિશેષતા હોય છે.
રાજા-મહારાજાને ત્યાં જન્મ લેનાર રાજપુત્ર જન્મથી રાજા બનતું નથી. એમ છતાં, વિશિષ્ટ પ્રકારની પુણ્યપ્રકૃતિ સત્તામાં વિદ્યમાન હોવાના કારણે એ રાજપુત્રને જન્મ થયા