________________
૨૮૬
શ્રમણ ભગવાન મહાવીર
શ્રી મહાવીર પ્રભુના બ્રાહ્મણકુળમાં થએલા અવતરણ અંગે સૌધર્મેન્દ્રની વિચારધારા
ભગવાન મહાવીરના આત્માનું દેવાનંદા માતાની કુક્ષિમાં પુત્રરૂપે જ્યારથી અવતરણ થયું છે ત્યારથી સૌધર્મેદ્રનો અવધિજ્ઞાન સંબંધી ઉપગ ભગવંતના આત્મા તરફ વારં. વાર ચાલતું હોય છે. તેમજ ભગવંતની ક્ષેમકુશળતા અને ભક્તિ માટે વારંવાર ચિંતનમનન કર્યા કરે છે. સૌધર્મેન્દ્ર વગેરે પ્રત્યેક ઈન્દ્રો નિશ્ચિતપણે સમકિતવંત- સમ્યગૃષ્ટિ હોય છે અને એ સમ્યગ દષ્ટિપણના કારણે દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા માટે તેમજ કંચન-કામિનીના ત્યાગી મહાવ્રતધારી સાધુભગવંતે માટે તેઓના અંતરાત્મામાં અનન્ય ભક્તિભાવ હોય છે. ૮૨ અહેરાત્રિ વ્યતીત થયા બાદ, ઈદ્રમહારાજાના ચિત્તમાં એક વિકલ્પ પ્રગટ થયું કે ભૂતકાળમાં પ્રત્યેક તીર્થકર ક્ષત્રિયકુળમાં જ ઉત્પન્ન થયા છે તે ભગવાન મહાવીર બ્રાહ્મણકુળમાં કેમ ઊત્પન્ન થયા? બ્રાહ્મણકુલ ભલે બીજી અનેક રીતે પ્રશસ્ત ગણાતું હોય, પણ એ કુળ ભિક્ષાની પ્રવૃત્તિના કારણે ધર્મતીર્થને પ્રવર્તાવનારા સર્વોત્તમ પુરુષાર્થના સ્વામી ભગવાન તીર્થંકરદેવોના આત્મા માટે યોગ્ય ગણવામાં આવતું નથી. જેનશાસનના અનેકાંતવાદની વિશાળતા અને વ્યાપકતાની અપેક્ષાએ ગમે તે કુળ તેમજ જાતિમાં ઉત્પન્ન થયેલ આર્યમાનવ આત્મકલ્યાણ અને મુતિને અધિકાર જેમ પ્રાપ્ત કરી શકે છે, તે જ પ્રમાણે તીર્થંકરભગવંતના આત્માને ધર્મતીર્થના પ્રવ