________________
૨૯૮
શ્રમણ ભગવાન મહાવીર
દેવગ્ય શીધ્ર ગતિ વડે હરિણેગમેષ દેવ છિલેકનાં અસં. ખ્યદ્વીપ સમુદ્રોના મધ્ય ભાગે રહેલા જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં બ્રાહ્મણકુંડ નામના નગરમાં દેવાનંદા માતાના શયન ઘરમાં આવી પહોચ્યા આવ્યા બાદ તુરત એમણે ગભ માં રહેલા પરમાત્મા મહાવીરદેવને ત્રિકરણ યોગે નમસ્કાર કર્યો અને ગર્ભપરાવર્તનની ક્રિયાના પ્રસંગને દેવાનંદમાતાને ખ્યાલ ન આવવા ઉપરાંત જરાપણ પીડા ન થાય તે માટે દિવ્યશક્તિથી એમને અવસ્થાપિની નિદ્રા આપી માતા દેવાનંદા અને માતા ત્રિશલાના ગર્ભનું
પરાવર્તન વર્તમાનમાં કઈ દદી મનુષ્યના શરીરનાં કોઈપણ અવયવનું ઓપરેશન કરાવવાનું હોય છે ત્યારે, હોસ્પીટલમાં ઓપરેશન થીએટ્રમાં દર્દીને કલેરફેર્મ આપવામાં આવે છે. અથવા તે અવયવની આજુબાજુના વિભાગમાં ઇજેકશન આપી શરીરના એટલા વિભાગને અચેતન કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં અમુક ઓષધિ દ્રવ્યોથી દર્દીને બેભાન બના બવાની પ્રક્રિયાઓ વિધમાન હતી. હરિગમેષી પાસે તે દિવ્ય શક્તિ હતી, એટલે અવસ્થાપિની નિદ્રા વડે માતા દેવાનંદાને અવ્યકત ચેતનાવાળા કરવામાં આવ્યા. પછી જરા પણ પીડા ન થાય તે રીતે ખ્યાશી દિવસના ગર્ભને માતાની કુક્ષિ માંથી લઈને હરિગમેવદેવ નજીકનાં ક્ષત્રિયકુંડનગરમાં, જ્ય રાજા સિદ્ધાર્થના પટરાણી ત્રિશલાદેવીનું શયનગ્રહ હતું, ત્યાં આવી પહોંચ્યા. ત્રિશલામાતાને પણ હરિગમેલી અવસ્થાપિની નિદ્રા આપી અને તેમની કુક્ષિમાં વર્તત પુત્રી