________________
શ્રમણ ભગવાન મહાવીર
કેઈને આશ્ચર્ય થવાનો સંભવ છે. જેના દર્શનના ભિન્ન ભિન્ન સંપ્રદાયે પૈકી કેટલા બુદ્ધિજીવી મહાનુભાવોને આ હકીક્ત અસંગત લાગવા સાથે બ્રાહ્મણની લઘુતા પ્રદર્શિત કરનારી પણ લાગે છે, આ બાબતનું વધારે સમાધાન અત્રે ન લખતાં ટૂંકમાં એટલું જ જણાવવું ઉચિત છે કે જે આગમ સૂત્રના પ્રણેતા શ્રતકેવલી ભગવાન ભદ્રબાહુ સ્વામી છે તે કલ્પસૂત્રનાં મૂળ પાઠમાં હોવાથી આ નિર્વિવાદ હકીક્ત છે. આ કલ્પસૂત્રનાં પ્રણેતા ભદ્રબા, સ્વામી સામાન્ય પુરુષ ન હતા. પરંતુ તેમના સમયની અપેક્ષાએ સર્વશિરે મણિ મહાપુરુષ હતા. તેમનું બળ અને સંયમી જીવન ઘણું ઉચ્ચકોટીનું હતું તેમની જ્ઞાનશકિત અગાધ હતી. શાસ્ત્રીયજ્ઞાનમાં તેઓ પરિપૂર્ણ હોવાથી શ્રુતકેવલી (ચૌદપૂર્વઘર) તરીકે તેમની પ્રસિદ્ધિ હતી. સંપૂર્ણ વીતરાગ દશાએ આ મહાપુરુષ પહોંચ્યા ન હતા છતાં વીતરાગ ભાવની પૂર્ણતાએ પહોંચવાને તેમને પ્રબળ પુરુષાર્થ હતે. આવા એક સમર્થ મહાપુરુષના રચેલા કલ્પસૂત્રમાં ગર્ભ પરાવર્તનને સ્પષ્ટ અધિકાર મૂળસૂત્રમાં જ વિદ્યમાન હોય તે પછી પોતાની અલ્પબુદ્ધિ પ્રમાણે કોઈ સામાન્ય માનવીને અસંગત લાગે એવા આ ગર્ભ પરાવર્તનના પ્રસંગ અંગે તર્ક-વિતંક કરવાની કોઈ જરૂર નથી. એ આશ્ચર્ય
૧. આજે તે ગર્ભપરાવર્તનનાં પ્રવેગો પરદેશમાં આજે ટો
પહોંચ્યા છે. માનવીય બુદ્ધિ જો આવા કાર્યો કરી શકતી હોય તે દૈવિક શકિતથી શું અશકય છે ? સંપા. યશો... (૨૦૦૦)