________________
પ્રત્યેક વર્ષે પાંચેય કલ્યાણકેની ઉજવણી કરવી જોઈએ ૩૪૩ પ્રસંગને જૈનદર્શનમાં ચ્યવનકલ્યાણક તરીકે જેમ સંબંધવામાં આવેલ છે તે જ પ્રમાણે માતાની કુક્ષિથી થતાં ભગવાન તીર્થંકર પ્રભુના જન્મને પ્રસંગ જૈન દર્શનમાં જન્મકલ્યાણક તરીકે પ્રસિદ્ધ છે. પરમાત્મા તીર્થંકરદેવને
ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલ અને મોક્ષ આ પાંચેય પવિત્ર પ્રસંગે કલ્યાણક તરીકે પ્રસિદ્ધ હોવા છતાં જન્મકલ્યાણકના પ્રસંગની વર્તમાનમાં આપણે જેનશાસનમાં જેટલી પ્રસિદ્ધિ તેમજ ઉજવણી ચાલે છે તેટલી પ્રસિદ્ધિ તેમજ ઉજવણુ ભગવાન મહાવીરના બીજાં ચાર કલ્યાણકનાં દિવસોમાં નથી થતી, જે બાબત આપણું સર્વેકેઈન અનુભવમાં છે. કેટલાક મહાનુભાવેને જન્મકલ્યાણકના પવિત્ર દિવસ સિવાય ચ્યવન વગેરે બીજા કલ્યાણકેના દિવસેને ખ્યાલ પણ નથી હોતો. હાલમાં ભગવાન મહાવીર પ્રભુના ૨૫૦૦મા નિર્વાણ મહોત્સવ વર્ષ દરમ્યાન એ કરૂણનિધાન પરમાભાના પાંચેય કલ્યાણકના દિવસોની સમગ્ર ભારતના મોટા નાના જૈન સંઘમાં સારા પ્રમાણમાં જાહેરાત સાથે સુંદરઉજવણીને પુણ્ય પ્રસંગ પ્રાપ્ત થયે છે. એ આપણું જૈન સંઘનું ગૌરવ છે. એમ છતાં આ એક વર્ષ પૂરતી જ પાંચેય કલ્યાણકોની જાહેરાત સાથે ઉજવણી ન રહેતા પ્રત્યેક વર્ષે હરકેઈમેટા નાના જૈન સંઘમાં શાસનપતિ ભગવાન મહાવીરના પાંચેય કલ્યાણકની ઉજવણ ઘણાં ઉલ્લાસથી નિયમિત ચાલુ રહે તે પ્રબંધ કરવાની ઘણી જરૂર છે.
. જન્મકલ્યાણકની વિશેષતા ભગવાન તીર્થકરેદેવના સર્વકલ્યાણક પ્રસંગે અખિલ