Book Title: Bhagwan Mahavirna 26 Bhav
Author(s): Vijaydharmsuri
Publisher: Muktikamal Jain Mohan Granthmala

Previous | Next

Page 452
________________ એ સિવાય તાત્ત્વિક રહસ્ય માટે તે આ ગ્રંથ રત્નકુંચી સમાન છે. જેમકે અંતરાય કર્મને વાસ્તવિક ભાવાર્થ-મેહનીય કર્મને ઉપશમ-ક્ષપશમ-ક્ષયાદિ છે. તીર્થંકરનામકર્મની અંતર્ગત ગણધર, આચાર્ય, ઉપાધ્યાય આદિ નામકર્મ પણ છે. ઊંચા કુળને વાસ્તવિકા ભાવાર્થ એ છે કે “જે કુળમાં અહિંસા, સત્ય, અચૌર્ય, શીલ (ચારિત્ર), સંતોષ, ક્ષમા વગેરે ગુણોનું વાતાવરણ અને આચરણ હોય, જેમાં પિતાનું ચિત્ત ચોરાય તેનું નામ ચારી,” કેટલી ઉચ્ચ અને મહાન સત્ય ઉજાગર કરતી વ્યાખ્યા. ભગવાનના એક કરેડ વરસના ચારિત્ર પર્યાયમાં અપ્રમત્ત ગુણસ્થાનનો આરહણ કાળ માત્ર ૧-એક અન્તર્મુહૂત કરતા પણ છે. અપ્રમત્તાવસ્થા અર્થાત સિદ્ધ અવસ્થા, પૂર્ણાતિપૂર્ણ અવસ્થા, સચિદાનંદરૂપ અવસ્થા, પૂર્ણ સમરસી–ભાવમય અનુભવ અવસ્થા, આવી ઉચ્ચતમ, મહત્તમ સ્થિતિ તે સાધના કાળમાં અપાતિઅહ૫ હશે એ સ્વાભાવિક છે. ઔદયિક, પથમિક સાપશમિક, ક્ષાયિક ભાવની ખૂબીઓને, રહસ્યને અત્યન્ત સરળ રૂપમાં વ્યવહારિક જીવનના રૂપે દરેક જગાએ–સ્થળે સમજાવવામાં આવ્યું છે. આ રીતે આ રત્નગ્રંથને એટલે મહિમા ગાઈએ તેટલે ઓછો છે. મુમુક્ષુઓને માટે પરમ હિત-શિક્ષણરૂપ અને ભાથા-શકિત રૂપ આ ગ્રંથ છે, એ નિશ્ચિત છે.

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456