________________
એ વાણને વિષય હતું. આ બન્ને જુદાં જુદાં પાપ ભેગા મલ્યા એટલે માયા–મૃષાવાદ નામનું એક સ્વતંત્ર પાપ ઊભું થયું. ચાંદુ તે હતું અને એમાં ક્ષાર ભભરાવ્યું. એટલે પછી તીવ્ર બળતરા જ થાયને, આ પાપની પણ એજ દશા છે. માટે એનાથી દૂર
રહેવામાં જ આત્માનું હિત છે. (૪૦) અઢારમાં પાપનું નામ મિથ્યાત્વ–શલ્ય છે. સત્તરેય
પાપને ઉદ્દભવ આ અઢારમા પાપસ્થાનકથી થાય છે. આ એક પાપનું જોર હોય ત્યાં સુધી જ બધા પાપોનું જેર હોય છે. આ એક પાપને અભાવ થાય એટલે બીજા બધાંય પાપે વહેલા મોડા પણ અવશ્ય વિનાશ પામે છે. પાપને પાપ તરીકે જાણવા ન દેવું અને કદાચ પાપને પાપ તરીકે જાણવાને વેગ મળે તે તે પાપથી દૂર રહેવાની ઈચ્છા જ ન થવા દેવી વગેરે વગેરે આ અઢારમા પાપની જ લીલા છે. આ અઢારમાં પાપ જેવું બીજું કઈ ભયંકર પાપ નથી. અનંત કાળથી પાપનું ભૂત આત્મમંદિરમાં ઘર કરીને બેઠું છે. વહેલામાં વહેલી તકે આ પાપમાંથી આપણે બચીએ એ જ ભાવના આપણે સહુ કેઈએ
રાખવાની છે. (૪૧) આ અઢાર પાપમાંથી બચી શકાય તે કર્મ બંધતથી
પણ સર્વથા રહિત થવાય અને પરંપરાએ મેક્ષ સુખની પ્રાપ્તિ થાય એ શ્રમણ ભગવાન મહાવીરને મુખ્ય ઉપદેશ છે.