Book Title: Bhagwan Mahavirna 26 Bhav
Author(s): Vijaydharmsuri
Publisher: Muktikamal Jain Mohan Granthmala

View full book text
Previous | Next

Page 448
________________ મહાન અજગર સમાન છે. સંસારી સર્વ જેને ગળી જનાર અને પિતાના ઉદરમાં સમાવી લેનાર આ રાગ રૂપી મહાન અજગર સિવાય બીજુ કેઈ નથી. અનંતાનંત કાળ પસાર થવા છતાં આત્મા સંસારના ધનમાંથી મુક્તિ મેળવી શકતા નથી, તેનું કારણ પર પદાર્થને આ રાગ જ છે. આ રાગ ઉપરથી મીઠે અને અંદરથી આત્માને ફેલી ખાનાર મહાન શત્રુ છે. આવા આ રાગના પાસથી દૂર રહેવું એમાં જ આત્માનું એકાંતે હિત છે. (૩૩) ઢેષ એ આત્માને અંતરંગ દાવાનલ છે. એ દાવા નલનું જેના દિલમાં સ્થાન છે તે આત્માને ક્યાંય શાંતિ મળતી નથી. માટે મુમુક્ષુ મહાનુભાવે આ ષના ભયાનક દાવાનલથી સદાય દુર રહેવા લક્ષ રાખવું. (૩૪) કલહ અથવા ફ્લેશ-કંકાસ સામાન્ય રીતે ઈષ્ટ નથી. કોઈ સ્થળે કલેશ-કંકાસ થતો હોય તે તેનાથી દૂર રહેવાનું. સહેજે મન થાય છે. આવા સંજોગોમાં પિતાના આત્માને કલેશ કંકાસનું નિમિત્ત કેણ બનાવે ? અર્થાત્ એ કલહ કિંવા કજીયાખરીના પાપથી દૂર રહેવાય એ જ સર્વોત્તમ છે. (૩૫) બીજાને અછતું આળ આપવું, મુખમાંથી અપશબ્દો ઉચ્ચારવા અને નિર્દોષ આત્માને માથે કલંક ચઢાવવા એનું નામ અભ્યાખ્યાન છે. એ પ્રવૃત્તિ આત્માને અત્યંત દુષિત કરનારી છે. માટે એ અભ્યાખ્યાનના

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456