________________
મહતવને એક અભિપ્રાય સુશ્રાવક શ્રી હરખચંદ બાથરા એક શ્રુતાભાસી, ધર્મશ્રદ્ધાળુ, જિનશાસનરસી આત્મા છે, એમણે પૂજ્યપાદ યુગદિવાકર લિખિત ભગવાન શ્રી મહાવીરના ૧ થી ૨૬ ભવની પુસ્તિકા વાંચી. વાંચ્યા બાદ પ્રસ્તુત લેખક પ્રત્યે, એમના હૈયામાં અનુમોદનીય જે ભાવો જન્મ્યા તે એમણે પત્રકાર પૂજ્યપાદ ગુરુદેવ ઉપર પત્ર લખીને પાઠવ્યા હતા મૂલ પત્ર હીન્દીમાં લખેલ હતો.
પ્રસ્તુત પત્રની કોપી ગુજરાતી હિન્દી બંને ભાષામાં અહીં રજૂ કરી છે.
– સંપાદક હરખચંદ બાથરા કલકત્તા
તા. ૨૫-૯-૭૮ પવિત્ર સેવામાં...નમ્ર નિવેદન એ છે કે આપશ્રીના દ્વારા રચિત પુસ્તક “શ્રમણ ભગવાન મહાવીર ૧ થી ૨૬ ભવ” આજે દસ વર્ષ પછી સોભાગ્યવશ મને જોવા મલ્યું.
વાસ્તવમાં આપશ્રીની આ રચના જ ભગવાનની ભવ પરંપરાના માધ્યમથી જિનવાણીના ગૂઢ રહસ્ય વિષે ખૂબજ સરળ અને જીવન વ્યવહારિક રીતે પ્રકાશ ફેંકે છે. અર્થાત એને તત્વજ્ઞાનને ભંડાર કહેવામાં આવે તે તેમાં કોઈ અતિશકિત નથી, એના અધ્યયનથી અનેક સારગર્ભિત તથ્ય જાણવા મળ્યાં ભગવાનના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવના પિતાજી અને સ્વપિતાનું પાણિગ્રહણ કરેલ માતાજીની ખૂબ સુંદર રીતે સમાચના. પણ કરવામાં આવી છે. પિતા પણ બેભાન રૂપે મહાસકત થઈ ગયા અને બેટીએ પણ ઊંચા કુળ-આચારનું ઉલ્લંધન કર્યું.