________________
સૂતિકર્મને પ્રારંભ
૩૪૭
એવું આ ભરતક્ષેત્ર આજથી આપના જન્મ કારણે સનાથ બનેલ છે. ભગવાન મહાવીરદેવની આ પ્રમાણે સ્તુતિ કર્યા બાદ દિકકુમારિકાઓ હવે ભગવંતની માતા ત્રિશલાક્ષત્રિયાહીની આ પ્રમાણે સ્તુતિ કરે છે. હે સર્વાંગસુંદર ત્રિશલાદેવી ! તમને અમારે નમસ્કાર થાઓ. તમે સર્વ પ્રકારે જય પામે, વિજય પામે. જગતમાં દીપક સમાન તીર્થકર ભગવંતરૂપી પુત્રરત્નને આપે આજે જન્મ આપે. તેથી આપ રત્નકુક્ષિ બન્યા છે. માતા તરીકે વિશ્વમાં આપનું સ્થાન અદ્વિતીય છે. વિશ્વના ઉદ્ધારક પુત્રરત્નને જન્મ આપી હે માતાજી ! આપે આપનું જીવન સંપૂર્ણપણે કૃતાર્થ કરેલ છે.”
સૂતિકર્મના પ્રારંભ આ પ્રમાણે સ્તુતિ કરીને દિકુમારિકાઓ માતા ત્રિશ લાને જણાવે છે કે “અમે જુદી જુદી દિશા-વિદિશામાં અમારે એગ્ય દિવ્ય સ્થાનમાં રહેવાવાળી દિકુમારિકા દેવીએ છીએ. કેઈપણ તીર્થંકર પરમાત્માના જન્મ પ્રસંગે સૂતિકર્મ કરવાને અમારો આચાર છે. અને એ માટે જ અમારું અહીં આવાગમન થયેલ છે. માટે આપની અનુમતિ પૂર્વક અમારે ઉચિત કાર્યને અમે પ્રારંભ કરીએ છીએ. આ પ્રમાણે માતાજીને જણાવી સર્વપ્રથમ આઠદિકકુમારિકાઓ વાયુની વિફર્વણું કરી ભૂમિ શુદ્ધ કરે છે. આઠદિકુમારિકાઓ શુદ્ધ થયેલ આ ભૂમિ ઉપર મેઘની વિકુર્વણા કરી નિર્મળ સુગંધી જળનું સિંચન કરે છે. અને જાનુ (લગભગ ૨