Book Title: Bhagwan Mahavirna 26 Bhav
Author(s): Vijaydharmsuri
Publisher: Muktikamal Jain Mohan Granthmala

Previous | Next

Page 444
________________ એક ક્ષણે એ હવેલી અને સેનાને હિંચકે છોડીને અજાણી વાટે અવશ્ય જવું પડતું હોય તે એ હવેલી અને હિંચકાના સુખ શા કામના છે? (૧૬) ગમે તેટલે સમય પસાર થાય છતાં જ્યાં કઈ અવસરે સુધા જ ન લાગે અને તૃષા પણ ન જાગે તે સાચું સુખ છે. (૧૭) જ્યાં શરીર અને ઇન્દ્રિયોને કાયમ માટે સર્વથા અભાવ હોય ‘પુનરપિ જનનું પુનરપિ મરણે આ બાબ તનો સદંતર અંત હોય ત્યાં જ સાચું સુખ છે. (૧૮) સેનાની સાંકળી, મેતીની માળા અને હીરાના હાર ભલે ન હોય, સાત અથવા સિત્તેર માળની હવેલી અને તેમાં સુવર્ણને હિંચકે ભલે ન હોય પણ આત્માને પિતાને જ્ઞાન, દર્શન અને ચારિત્રને અક્ષય ખજાને જ્યાં વિદ્યમાન હોય ત્યાં જ સાચું સુખ છે. (૧૯). રાજા મહારાજા, ચકવત્ત અથવા ઈન્દ્ર વગેરે પિતાની પ્રજા તેમજ પરિવાર ઉપર ગમે તેટલું આધિપત્ય ભેગવતા હોય છતાં પિતાને માથે કર્મસત્તાનું સામ્રાજ્ય અને કર્મની બેડીઓ કાયમ વિદ્યમાન હેવાથી ત્યાં સાચું સુખ નથી. (૨૦) જ્યાં કેઈની પરતંત્રતા કે તાબેદારી નથી એવી સિદ્ધ અવસ્થાનું સુખ એજ સાચું સુખ છે. એનું જ નામ મોક્ષ છે. એ પરમાનંદનું અક્ષય ધામ છે.

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456