________________
એક સાથે તીર્થકરેના દશ કલ્યાણકે
૩૫૭
અર્ધ પુષ્કરદ્વીપના અને ભરતક્ષેત્ર તેમજ અઢીદ્વીપના પાંચેય અરવતક્ષેત્રમાં પણ કાળની સમાનતાને કારણે તીર્થકરને જન્મ થાય છે. આપણું ભરતક્ષેત્રમાં ચોવીશ તીર્થકરો જેમ એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી દરમિયાન થાય છે. તે જ પ્રમાણે ઉપર જણાવેલા બાકીના ચારેય ભરતક્ષેત્રોમાં અને પાંચ એરવત ક્ષેત્રોમાં પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસપિણી દરમિયાન વીશચવીશ તીર્થકરેનું અનુક્રમે
અસ્તિત્વ અવશ્ય હોય છે. - પાંચ ભરત અને પાંચ ઐરાવત પૈકી કેઈપણ એક ક્ષેત્રમાં જ્યારે તીર્થકર ભગવંતનું ચ્યવનકલ્યાણક હોય ત્યારે બાકીના નવેય ક્ષેત્રોમાં પણ એ જ અવસરે અન્ય અન્ય તીર્થકરોનું અવશ્ય ચ્યવનકલ્યાણક હેય છે. બાકીના જન્મ-દીક્ષા-કેવલ અને મેક્ષ આ ચારેય કલ્યાણકે માટે પણ એ પ્રમાણે જ સમજવાનું છે. અને બધા તીર્થકરેનાં કલ્યાણકના પ્રસંગે ઈન્દ્રાદિદે જે રીતે તેમને આચાર હોય તે રીતે અવશ્ય કલ્યાણકને ઉજવે છે. દેવે વૈકિયશરીરી હેવાથી તે ભવના પ્રભાવે અનેક શરીરે બનાવી શકે છે. એટલે એક સાથે અનેક તીર્થકરોના કલ્યાણકની ઉજવણી કરવામાં તેમને કશી અગવડ આવતી નથી. આમ ઈન્દ્રાદિદેવેને એક સાથે દશ-દશ તીર્થકરોનાં કલ્યાણકની ઉજવણી કરવાને અપૂર્વ લાભ પ્રાપ્ત થાય છે.......... –મુંબઈથી પ્રગટ થતા યુગ માસિકમાં પ્રગટ થતી આ લેખમાળા કમનસીબે અહીંથી અટકી ગઈ હતી.