________________
સિદ્ધાર્થ રાજા અને સમગ્ર પરિવાર શોકાકુલ
૩૩૩
ગજબ કેટિનું હોય છે. પાણિગ્રહણ થયા બાદ પતિવ્રતા આર્યબાળાનું જીવન અને દિલને પ્રેમ પિતાના પતિને સંપૂર્ણ પણે સમર્પિત થયેલ હોય છે. એ જ પતિવ્રતા આર્યબાળાને એકાદ સંતાન થયા બાદ એ બાળાના દિલના પ્રેમને પ્રવાહ બહુલતયા પિતાના સંતાન તરફ ઢળે છે. ગૃહસ્થ જીવનની જવાબદારી તરીકે ઘરનું ગમે તે કામકાજ એ આર્યબાળા કરતી હોય એમ છતાં ચેતના (બુદ્ધિ)નું જોડાણ એના સંતાન તરફ જ હોય છે. સિદ્ધાર્થ રાજા અને સમગ્ર પરિવારનું શાકાકુલ
વાતાવરણ ભગવાન મહાવીર એ તે તીર્થકરને આત્મા હો, માતા ત્રિશલાને ગજ-વૃષભાદિ ચૌદ સ્વપ્ન આવેલાં અને સ્વપ્ન લક્ષણપાઠકેએ એ ચોદમહાસ્વપ્નના ફલાદેશ તરીકે જણવેલ કે “તમારે પુત્ર ભાવિકાળે તીર્થકર થશે ! તીર્થકર જે આત્મા પિતાની કુક્ષિમાં અવતરે એ હકીક્તથી માતાને જેટલે અવર્ણનીય આનંદ જેમ થાય, તે જ પ્રમાણે એ જ પુત્રને અમંગળની માતાને અલ્પ પણ શંકા થાય એટલે વાત્સલ્યભરી એ માતાના અંતરમાં કેટલી અસહ્ય વેદના થાય! અને એ આંતરવેદનાથી માતાનું અને માતાના સમગ્ર પરિવારનું વાતાવરણ કેવું શકાકુલ બને ! એ સમજી શકાય તેવી બાબત છે. માતા ત્રિશલાના શેક-સંતાપની પાછળ સખીવૃંદ, સિદ્ધાર્થ રાજા વગેરે રાજકુટુંબ અને નગરની સમસ્ત પ્રજા શિકાકુલ બની ગઈ રાજદ્વારે વાગતી બત