________________
માતાજીને દેહલા અને ભગવાનને જન્મ
૩૩૯
પ્રાસાદમાં અષ્ટપ્રકારી સર્વોત્તમ સામગ્રીથી હું જિનેશ્વરદેવની ઘણાં ઘણાં ઉલ્લાસથી મારાં સખીવૃંદ સાથે પૂજન કરું અને ભક્તિરસથી ભરપૂર સ્તુતિ-સ્તોત્રે તેમજ સ્તવને વડે મધુર કંઠે ગાઈને ભગવંતની ભાવપૂજા કરું
આવા આવા અનેક પ્રશસ્ત દેહલા માતાજીને ગર્ભનાં પ્રબલ પુણ્યના કારણે પ્રગટ થાય છે, અને સિદ્ધાર્થ રાજા પણ પિતાની ત્રિશલાક્ષત્રિયાણીને પ્રગટ થયેલાં સર્વ દેહલાઓ ઘણું ઉલ્લાસથી પૂર્ણ કરે છે.
ભગવાન મહાવીર પ્રભુને જન્મ અનુક્રમે નવ મહિના અને ઉપર સાડાસાત દિવસને ગર્ભકાળ જે અવસરે પૂર્ણ થવા આવ્યું તે અવસરે ઉત્તરફાગુની નક્ષત્રમાં ચન્દ્રને વેગ પ્રાપ્ત થયો હતે, મધ્યરાત્રિને સમય છતાં દશે દિશાઓમાં યાવત્ સાતેય નારક સહિત સમગ્ર ચૌદરાજલકમાં ક્ષણભર અજવાળાં અજવાળાં પથરાયા હતા, પવન પણ મંદ મંદ રીતે પ્રદક્ષિણાના ક્રમે સંચરે શરુ થયું હતું, પક્ષીઓ પણ મધ્યરાત્રિ છતાં મધુર કલરવ કરવા લાગ્યા હતા, મનુષ્યલેકમાં સમગ્ર પૃથ્વી રસકસવાળી બનવા સાથે ધનધાન્યથી ઉભરાવા લાગી હતી મધ્યરાત્રિને સમય છતાં વસંતઋતુના કારણે નરનારીઓના ટેળેટેળાં આનંદ પ્રમોદ વડે વસંતેત્સવની મજા માણી રહ્યા હતાં. આવા ચૈત્રશુકલા ત્રદશીની મધ્યરાત્રિના સમયે રેગ અને સર્વ પ્રકારની પીડારહિત માતા ત્રિશલાએ સર્વ રીતે તંદુરસ્ત એવા શ્રમણભગવાન મહાવીરરૂપી પુત્રરત્નને જન્મ આ .