________________
૩૧૪
શ્રમણ ભગવાન મહાવીર
સુવર્ણ કળશ, અનેક પ્રકારના સુગંધી કમળથી સુશોભિત પઘસરોવર, મગર મરછ વગેરે જળચર પ્રાણીઓ જેમાં આનંદ-લેલ કરી રહેલ છે. એ ક્ષીર સમુદ્ર, અનેક દેવે અને દેવીઓથી સુશોભિત દિવ્ય વનિને મધુર અને માંગલિક સ્વરથી અલંકૃત, મણિરત્નથી અનેક સુવર્ણ સ્થથી શેભાયમાન દેવતાઈ વિમાન, સર્વ પ્રકારનાં ઉત્તમ રત્નથી સુશોભિત વિશાળ રત્નરાશિ અને જેમાં ઘી-સાકર વગેરે ઉત્તમ પદાર્થોનું સિંચન થઈ રહ્યું છે, એવી નિધૂમ અગ્નિશિખા આ પ્રમાણે કુલ ચૌદ મહાસ્વપનોનાં દર્શન કરીને ત્રિશલા ક્ષત્રિયાણી પાછલી રાત્રિએ જાગૃત થયા છે. આ ચૌદ મહાવપ્નનું યથાર્થ ફળ જાણવા માટે આપ સ્વનલક્ષણ પાઠકને અહીં રાજસભામાં પધારવાનું આમંત્રણ આપવામાં આવેલ છે. આપ બધા અષ્ટાંગનિમિત્તના શાસ્ત્રોમાં પારંગત, છે માટે ત્રિશલા ક્ષત્રિયાણીને આવેલા મહાસ્વપ્નનું અમોને શું ફળ પ્રાપ્ત થશે તે જણાવો?” ,
સ્વલક્ષણ પાઠકેના ફળકથનને પ્રારંભ
સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી ત્રિશલા ક્ષત્રિયાણીને આવેલાં ચૌદ મહાસ્વપ્ન સંબંધી વૃત્તાંત શ્રવણ કરી સ્વપ્નલક્ષણ પાઠકો અતિશય આનંદ પામ્યા. આ ચૌદ મહાસ્વપ્નનાં ફળ સંબંધી પિતાની બુદ્ધિ પ્રમાણે સર્વ સ્વલક્ષણ પાઠકેએ વિચાર કર્યો. અને એક બીજાના વિચારોની આપ લે કરી એક નિર્ણય ઉપર સર્વ સંમત થયા અને ત્યારબાદ રાજાની પાસે આગેવાન સ્વપ્નલક્ષણ પાઠકે ચુંદ મહાસ્વપ્નનાં