________________
૩૧૮
શ્રમણ ભગવાન મહાવીર
જી
th
–ચારી-વ્યભિચાર વગેરે પાપી વિચારાની પરંપરા ચાલે છે. ક્દાચ કોઇવાર સદ્દવિચાર આવે તે લાં સમય ટકાવ થતો નથી. જાગૃત અવસ્થામાં પ્રગટ થતા સદ્-અસદ્ વિચારાનુ પ્રતિબિંબ બહુલતાએ સ્વપ્ન સૃષ્ટિમાં હાજર થાય છે. જાગૃત અવસ્થામાં ચૈતન્ય વ્યકતદશામાં હોય છે અને નિદ્રાવસ્થામાં રતન્ય અવ્યકતદશામાં હોય છે. તાત્પર્ય એ છે કે જેટલુ મેહુરાજાનુ પરિબલ ધ' તેટલા પ્રમાણમાં આત્માના પરિણામ કિવા અધ્યવસાય વિશુદ્ધ હોય છે. અધ્યવસાય અથવા પરિણામની જેટલી વિશુદ્ધ હોય તેટલા પ્રમાણમાં મન-વાણી કાયાના વ્યાપારી પણ પ્રશસ્ત હાય છે અને આવા આત્માઓને કુશલાનુભધની પરંપરા થાલે છે, તેમજ રાત્રે નિદ્રામાં પણ ઉત્તમ પ્રકારનાં સ્વપ્ન આવે છે.
સગુણ સ ́પન્ન પુત્રરત્નની પ્રાપ્તિ
હે રાજન ! તમેો તેમજ ત્રિશલા ક્ષગિયાણી ભગવાન પાર્શ્વનાથ પ્રભુના પરમશ્રાવક છે. તમારૂ જીવન ધર્મ પા યણ છે. અને એથી જ ત્રિશલા ક્ષત્રિયાણીને કેશરીસિં ગજ, વૃષભ વગેરે અતિ ઉત્તમ ચૌદ મહાસ્વપ્નાનાં પ્રભાવે તમારા સમગ્ર રાજકુટુ બમાં ધમ-આરાધનામાં દિન-પ્રતિ નિ વૃદ્ધિ થશે. પુણ્યાનુબંધી પુણ્ય કિવા કુશલાનુબંધની પરપરા ચાલશે. ધન-ધાન્ય ઋદ્ધિ-સિદ્ધિ–સંપત્તિની અનેક રીતે વૃદ્ધિ થયા કરશે, અને આ મહાસ્વપ્નાના પ્રભાવે તમારા કુળમાં ચંદ્ર સમાન; તેજસ્વી દીપક સમાન કુળને