________________
ત્રિશલા ક્ષત્રિયાણીને આવેલા ચૌદ મહાસ્વપ્ના
૩૧૩
ww
www
“રાજન ! તમે જય પામે, તમારા રાજ્યમાં સુખ સપત્તિ તેમજ સર્વ પ્રકારના ઐશ્વર્યની વૃદ્ધિ થાઓ અને તમારા કુળમાં કુલદીપક પુત્ર વગેરે પરિવારની પ્રાપ્તિ સાથે પરમાત્માના પવિત્ર ધર્મની નિર'તર આરાધના તમારી વંશપર પરામાં એક સરખી ચાલ્યા કરે' આ પ્રમાણે આશીર્વાદ આપી ભદ્રાસન ઉપર સ્થાન લીધું.
ત્રિશલા ક્ષત્રિયાણીને આવેલાં ચૌદ મહાસ્વપ્ન “રાજાની પાસે, પ્રભુ પાસે, ગુરુ પાસે અને જ્યાતિષી પાસે ખાલી હાથે ન જવું પણ ફળ તેમજ સુવર્ણ મુદ્રા વગેરે સાથે જવું.” આ નીતિશાસ્ત્રના નિયમ છે. રાજા આ નિયમને જાણતા હાવાથી પોતાના સિંહાસન ઉપરથી ઉભા થયા અને પોતાના અને કરકમળામાં રાખેલ શ્રીફળ સુવર્ણ મુદ્રા વગેરે સ્વપ્ન લક્ષણુ પાકા સામે ધરીને આ પ્રમાણે વાત રજૂ કરી. ગઇ પાછલી રાત્રિએ અલ્પ નિદ્રાવસ્થામાં વતા ત્રિશલા ક્ષત્રિયાણીને પ્રથમ સ્વપ્નમાં આકાશમાંથી નીચે ઉતરતા અને પેાતાના મુખમાં પ્રવેશ કરતાં કેશરી સિંહના દર્શન થયા, ત્યારબાદ મલપતા હાથી, સુંદર વૃષભ, હાથીઓ બન્ને બાજુએથી સૂંઢ વડે જેમને અભિએક કરી રહ્યા છે એવા લક્ષ્મીદેવી, સવઋતુના સુંગધી ફુલાની સુવાસથી મઘમઘતી પુષ્પમાળાનું યુગલ શરદપૂર્ણિ માન ચન્દ્ર, સાળસા કિરણેાથી પૃથ્વીમંડળને પ્રકાશ આપનાર સૂર્ય, સિહના રેખાચિત્રથી શૈાભતી અને મંદમંદ પવનની લહેરથી શિખર ઉપર ફરકતી સુંદર ધ્વજા, નિર્મળ જળથી પરિપૂર્ણ
૧. ભ. મ. ૩૮