________________
મહાવીર થનારા મરિચિ
૩૦૩ ઘેર જવું પણ અનુચિત લાગ્યું અને વિડિક વેષને મધ્યમ માર્ગ સ્વીકારી લીધે. ભરત મહારાજાએ ભગવાન રાષભદેવ પ્રભુને
પૂછેલા પ્રશ્નનો ઉત્તર એક અવસરે ભરત મહારાજાએ ભગવાન રાષભદેવ પ્રભુને પ્રશ્ન કર્યો કે, “આપની વર્તમાન પર્ષદામાં આ ભરતક્ષેત્રમાં ભાવિકા તીર્થકરપદ પ્રાપ્ત કરનાર કોઈ આત્મા છે ખરો ?' ભરત મહારાજાના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન બોલ્યા કે, “બીજાની વાત બાજુમાં રાખે પણ તમારે પુત્ર મરિચિ જે હાલ ત્રિદંડિક વેષે અમારી સાથે વિચર છે. તેને આત્મા આ ભરત ક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીના ચોથા આરામાં “મહાવીર નામે એવીશમાં તીર્થંકર થનાર છે. એ મરિચિના આત્માને ભાવિકાળે તીર્થંકરપદની પ્રાપ્તિને તે લાભ મળવાને છે, તે ઉપરાંત આ અવસર્પિણી કાળ આ ભરતક્ષેત્રમાં થનારા નવ વાસુદેવે પૈકી ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ પણ તારા પુત્ર મરિચિ થશે અને મહાવિદેહ ક્ષેત્રે મુકા નામની રાજધાનીમાં પ્રિય મિત્ર ચકવતી તરીકે પણ તારે પુત્ર થવાનું છે. “ભગવાન રાષભદેવ પ્રભુ પાસેથી ઉપર જણાવેલી હકીકત સાંભળીને ભરત મહારાજા મરિચિ પાસે પહોંચ્યા અને હું તમારાં ત્રિદંડિકપણને પ્રણામ નથી કરતું, પરંતુ ભાવિકાળે તમારે આત્મા તીર્થકર પદને પ્રાપ્ત કરનાર છે, એ તીર્થંકર પદની રેગ્યતાને ખ્યાલમાં રાખીને હું તમને નમસ્કાર કરું છું એ પ્રમાણે