________________
શ્રમણ ભગવાન મહાવીર
બધે લાભ લેવાની ભાવનાથી સૌધર્મેન્દ્ર પોતાના મૂળ વૈક્રિયશરીરમાંથી પાંચ ઉત્તર ક્રિય રૂપ કરે છે. એક રૂપ વડે ભગવંતને પોતાનાં હાથમાં ધારણ કરે છે. બે રૂપ વડે ભગવતની બન્ને બાજુ ચામર વીજે છે, એક રૂપ વડે મસ્તક ઉપર છત્ર ધારણ કરે છે. અને એક રૂપ વડે વજી ઉલાળતાં ઉલાળતાં ભગવંતની આગળ ચાલે છે. આ બાબત આપણે સહુ કેઈના જાણવામાં છે. આ પાંચ શરીરે ઉત્તર વૈક્રિય શરીરે છે. મૂવ વૈકિય શરીર તે દેવલેકમાં હોય છે. એ મૂલ શરીર અને ઉપર જણાવ્યા પ્રમાણે પાંચ ઉત્તર વૈક્રિય શરીરે એક જ આત્માના આત્મ પ્રદેશની શ્રેણિઓથી સંબંદ્ધ છે. શાસ્ત્રના કથન પ્રમાણે એક સામાન્ય દેવમાં લાખ જનનાં જંબદ્વીપને ગણનાતીત બાળકને રૂપોથી ભરી દેવાની શક્તિ હોય છે.
ઉત્તર ક્રિય શરીરનું સ્વરૂપ ભગવાન મહાવીર પરમાત્માના ગર્ભને દેવાનંદામાતાની કુક્ષિમાંથી ત્રિશલામાતાની કુક્ષિમાં પધરાવવા માટે ઇન્દ્ર મહારાજની આજ્ઞા થઈ એટલે હરિગમેષીદેવ પિતાને સ્થાનથી ઈશાન ખૂણામાં ગયા. કેઈપણ પ્રશસ્ત કાર્ય માટે અમુક દિશા અથવા વિદિશા પ્રશસ્ત ઉત્તમ ગણાય છે. હરિગમેલીને, પોતાના સ્વામીની આજ્ઞા પ્રમાણે, પરમાત્મા તીર્થંકરદેવની ભક્તિનું કાર્ય કરવા માટે જવાનું હોય છે. એટલે ઈશાન ખુણામાં જઈને એ પરમાત્માની ભક્તિને લાયક સર્વોત્તમ ઉત્તરક્રિય શરીર બનાવે છે. દારિક શરીરને ગ્ય દારિકવર્ગણાના પુદ્ગલે જેમ શુભ-અશુભ બને