________________
ગર્ભપરાવર્તન કેવી રીતે કરવું તેની સૂચના ૨૯૧ ત્રિશલારાણીના ગર્ભને પણ ૮૨ અહેરાત્ર વ્યતીત થયા છે. આ સંજોગોમાં હે હરિગમેથીન ! તમારે તમારી દિવ્યશક્તિથી બને ગર્ભને તેમજ ગર્ભધારણ કરનારી અને માતાઓને કિંચિત્ પીડા તે ન થાય, પરંતુ ગર્ભને પરિવર્તનનું જાણપણું પણ ન થાય એવી કુશળતાથી આ ઉભય ગર્ભનું પરાવર્તન કરવાનું છે. અર્થાત્ દેવાનંદાની કુક્ષિામાં વર્તતા ભગવાન મહાવીરના ગર્ભને ત્રિશલારાણીની કુક્ષિમાં અને ત્રિશલા રાણીના પુત્રીરૂપ ગર્ભને દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં સ્થાપન કરવાના છે. પિતાના સ્વામી સીધર્મેન્દ્રની આજ્ઞા શ્રવણ કર્યા બાદ હરિૌગમેષીએ હર્ષપૂર્વક એ આજ્ઞાને સ્વીકાર કર્યો, અને અનંત ઉપકારી અરિહંત પરમાત્માને ગર્ભપરાવર્તન દ્વારા એ દેવાધિદેવની ભક્તિને લાયક તૈયારી શરૂ કરી.
પ્રાસંગિક પ્રાંચ પ્રકારનાં શરીરનું સ્વરૂપ
સંસારમાં વર્તતા સર્વ સંસારી જીને પાંચ પ્રકારના શરીરો પિકી તૈજસશરીર અને કાર્મશરીર આ બે શરીરે તે અવશ્ય હોય છે. એક ભવનું આયુષ્ય પૂર્ણ થાય અને વર્તમાન સ્થૂલ શરીર (દારિક અથવા વૈથિ) ને સર્વાત્મપ્રદેશ વડે પરિત્યાગ કરી જીવાત્મા, પિતાના ગતિનામ કર્મનાં અનુસારે ચાર ગતિ પૈકી કેઈપણ ગતિમાં ઉત્પન્ન થાય તે અવસરે પણ તૈજસ અને કર્મણ શરીર તે સાથે જ હોય છે. ગ્રહણ કરવામાં આવતા આહારનું પાચન કરવામાં સહાયક જે શરીર છે, તેનું નામ તેજસ શરીર છે. અને જીવન દરમિયાન શુભ-અશુભ પ્રવૃત્તિ દ્વારા