________________
શ્રમણ ભગવાન મહાવીર
અનંતકાળ દરમિયાન કેઈવાર સામાન્ય રીતે જે ભાવે ન બનવા જેવા હોય તે પણ બની જાય. ભગવાન મહાવીર પ્રભુના આત્મા માટે પણ આવું જ બનેલ છે.
હે હરિણગમેપીન? ઉપર જણાવ્યા પ્રમાણે, ગોત્ર કર્મ વિશેષના કારણે, બ્રાહ્મણને ત્યાં તીર્થંકર પ્રભુને આત્મા કદાચ ગર્ભપણે અવતરે, પરંતુ એ તીર્થકરને જન્મ તે ક્ષત્રિયકુળમાં જ થ જોઈએ. આ સનાતન નિયમમાં કે ઈપણ કાળે ફેરફાર થતું નથી. હરિણગમેષીનું ! તને પણ જરૂર એમ થશે કે ગર્ભવતરણ એક માતાની કુક્ષિમાં અને જન્મ પ્રસંગ બીજી માતાની કુક્ષિથી થવાની વાત કેમ બની શકે ? પણ આવા કટેકટીના અવસરે આપણું કર્તવ્ય આપણે બરાબર બજાવવાનું છે. આપણા દેવિકશક્તિથી અસાય જેવું ગણાતું આ કાર્ય આપણે અવશ્ય કરવાનું છે. તમારે આ કાર્ય કેવી રીતે કરવાનું છે? તે બાબત પણ તમને સ્પષ્ટપણે સમજાવું છું તમે ધ્યાન દઈને બરાબર સાંભળશે તે અસાધ્ય જેવું કાર્ય પણ સરળતાથી થઈ જશે.
ગર્ભપરાવર્તન કેવી રીતે કરવું ? ભગવાન મહાવીર પ્રભુને આત્મા બ્રાહ્મણકુંડ ગામમાં ભાષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષિમાં જેમ પુત્ર તરીકે અવતરેલ છે. તે જ પ્રમાણે એ જ બિહાર પ્રાંતમાં ક્ષત્રિયકુંડ નગરને રાજા સિદ્ધાર્થ ક્ષત્રિયની ત્રિશલા રાણીની કુક્ષિમાં એક આત્મા પુત્રી તરીકે અવતરેલ છે. દેવાનંદાનાં ગર્ભને જેમ ૮૨ અહેરાટ વ્યતીત થયા છે તે જ પ્રમાણે