________________
દેવેની દુનિયા અને માનવ જગત
૨૮૫
ઉચિત પિતાની ફરજો બજાવવાની સાથે, અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવની ભકિત માટે હંમેશા તત્પર રહે છે. અને નિર્મળ અવધિજ્ઞાનવડે માનવજગતમાં ભગવાન જિનેશ્વર દે અને એમના શાસનની આરાધના કરનારા મહાનુભાવે વગેરે તરફ એમનો ઉપયોગ વારંવાર ચાલતા હોય છે.
ભગવાન મહાવીરને આત્મા દેવલોકમાંથી થવી, અગાઉ જણાવ્યા પ્રમાણે માતા દેવાનંદાની કુક્ષિમાં જે અવસરે ગર્ભ પણે અવતર્યો, તે અવસરે સીધર્મેન્દ્રને પિતાના નિર્મળ અવધિજ્ઞાનવડે મહાવીર પ્રભુનાં ચ્યવન કલ્યાણનું જાણપણું થાય છે. અને એ જાણપણું થતાં તુરત જ તેઓ સિંહાસન ઉપરથી ઉભા થઈ, પ્રભુસન્મુખ સાત-આઠ પગલાં ચાલી, “ શકસ્તવ–નમુણું ” સૂત્રવડે પરમાત્માની ગુણગર્ભિત ભાવવાહી સ્તુતિ કરે છે. એ કપરૂમની મૂલપાડમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. કઈ કઈ ગ્રન્થમાં આસનકંપને પણ ઉલ્લેખ મળે છે.
ભગવાન મહાવીર પરમાત્માના ચ્યવન કલ્યાણક થયાને દિવસે, રાત્રિએ અને મહિનાઓ વ્યતીત થયા. ગજ, વૃષભાદિ ચૌદ સ્વપ્નથી સૂચિત ઉત્તમોત્તમ પુત્રરત્ન દેવાનંદા માતાની કુક્ષિમાં અવતરેલ હોવાથી માતાજી અને ઋષભદત્ત બ્રાહ્મણ પરિવારના દિવસે આનંદ-કલેલમાં પસાર થવા લાગ્યા. પરંતુ એ આનંદના દિવસેને ૮૨ અહેરાત્રિ બાદ અંત આવ્યે.