________________
કના સક્રમ અને જ્ઞકામ નિર્જરા
૨૮૩
જાણ્યું, એટલે તે પેાતાના સિંહાસન ઉપરથી તરત ઉભા થયા. અને જે દિશામાં ભગવંતનું અવતરણ થયું હતુ. તે દિશા સન્મુખ સાત-આઠ પગલાં ચાલી, રત્નજડિત મોજડીએ પગમાંથી કાઢી નાંખી, અખંડ ઊત્તરાસંગ ધારણ કરી, ચૈત્યવંદનની મુદ્રાએ જમીન ઉપર બેસી, અને હાથ ભેગાં કરીને પેાતાના લલાટ ઊપર રાખી, અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માની સૌધર્મેન્દ્ર, ‘શક્રસ્તવ’ (નમ્રુત્યુ!' સૂત્ર) વડે, અપૂર્વ ઉલ્લાસથી, સ્તુતિ સ્તવના કરી. દૈવાની દુનિયા અને માનવ
જગતમાં પ્રવર્તતી તરતમતા વિશ્વમાં ભોતિક સુખની છેલ્લામાં છેલ્લી પરિસીમાનુ જે સ્થાન તેનું નામ દેવલાક અથવા સ્વર્ગ લેાક છે. માનવજગતની જેમ દેવાની પણ સ્વતંત્ર દુનિયા છે. માનવજગત ભૌતિક સુખદુઃખથી મિશ્રિત હોય છે. જ્યારે દેવની દુનિ યામાં ભૌતિક દુ:ખના સર્વથા અભાવ હોય છે. માનવ જગતમાં આધ્યાત્મિક વિકાસની પૂર્ણતાએ પહોંચવાની શક્યતા છે. દેવાની દુનિયામાં આધ્યાત્મિક વિકાસની શકયતા બહુ મર્યાદિત છે. માનવજીવનની અપેક્ષાએ સ્વર્ગીય જીવનમાં આયુષ્યની મર્યાઢા ઘણી વધારે હોય છે. એમ છતાં આયુષ્યની લાંબી મર્યાદા પૂર્ણ થાય, એટલે દેવાના આત્માએને પણ એ સ્થાનના ત્યાગ કરી, સ્વકર્માનુસાર અન્ય સ્થાનમાં જન્મ લેવા પડે છે. માનવજીત્રનમાં જેમ ઉંચ નીચ એવા વિભાગો છે. તેમ દેવજગતમાં પણ ઉંચ-નીચ એવા વિભાગો છે. માનવજગતમાં જેમ સર્વ મનુષ્યા એકસરખા