________________
શુભ-અશુભ કર્મના ફળ
૨૮૧
ષાર્થ આત્મામાં પ્રગટ થાય તે નિકાચિત કર્મો પણ ભેગવટે કર્યા સિવાય આત્મપ્રદેશમાંથી છુટા પડી શકે છે. કાર
કે આખર મશગામી આત્મા માટે કર્મની શક્તિની અપેક્ષાએ આત્માની શક્તિ વધુ બલવાન હોય છે. એ અપેક્ષાએ જ “તવા નિરાશાજઆ શાસ્ત્રવચન સંગત થાય છે, એમ છતાં એવાં નિકાચિત સિવાય બીજા સામાન્ય રસ અને સ્થિતિવાળાં શુભ-અશુભ કર્મો જે રીતે બંધાયા હોય અને તે કર્મનું જે ફળ ભેગવવાનું સામાન્ય રીતે બંધ સમયે નકકી થયું હોય તે કર્મોના ફળે તે રીતે જ ભોગવવા પડે છે એવો કેઈ એકાંત નિયમ નથી. કર્મને બંધ થયા બાદ સામાન્ય રીતે તે કર્મનું ફળ તરત જ ભેગવવાને પ્રસંગ નથી આવતે તે જેને જેનદર્શનમાં અબાધાકાળ” કહેવામાં આવે છે. એવો અમુક સમય પસાર થાય પછી એ કર્મના ફળને ભેગવટે શરૂ થાય છે.
માતા દેવાનંદાને ચોદ મહાસ્વપ્ન પાછલી રાત્રિએ, અલ્પનિદ્રા. પ્રસંગે આવ્યા અને દેવાનંદાના પતિ રાષભદત્ત બ્રાહ્મણે દેવાનંદાને પિતાના સ્વપ્નશાસ્ત્રના અભ્યાસ પ્રમાણે ચૌદ મહાસ્વપ્નનું ઊત્તત્તમ પુત્રરત્નની પ્રાપ્તિ વગેરે ફલ પણ જણાવ્યું અને બાકીની રાત્રિ સાંસારિક ભોગસુખમાં પસાર કરી. આ પ્રસંગને અનુલક્ષીને પૂર્વાચાર્ય ભગવંતોએ જણવેલા જૈનદર્શનના કર્મવિષયક સિદ્ધાંતે પૈકી પૂર્વબદ્ધકર્મમાં પણ કેવા કેવા કારણે કેવું પરિવર્તન થવાની શક્યતા છે એ અંગે સંક્ષિપ્ત વિવેચન અત્રે રજૂ કરવામાં આવે છે.