________________
૨૮૦
શ્રમણ ભગવાન મહાવીર
એ સ્વપ્નનું જે ફળ પ્રાપ્ત થવું જોઈએ, તે ફળ પ્રાપ્ત થવા પહેલા મેહની આધીનતાના કારણે જે પાપાચરણ થાય તો એ પાપાચરણ પ્રસંગે તે પાપાચરણ કરનાર આત્માની મલિન પરિણતિન (કિંવા વિચારધારાના) કારણે નવું કર્મ તે અશુભ બંધાય છે. પરંતુ સત્તામાં રહેલ શુભકમ (જેના પ્રભાવે શુભ સ્વપ્ન આવેલ તે પણ અશુભ કર્મ તરીકે કેરાઈ જાય છે. જૈન દર્શનમાં એને કર્મને સંકમાં કહેવામાં આવે છે. અને જે શુભ કર્મને પ્રભાવે શુભ સ્વપ્ન આવેલ હતું તે શુભકર્મ અશુભરૂપે ફેરવાઈ જવાથી શુભ સ્વપ્નનું ફળ પ્રાપ્ત થતું અટકી જાય છે. એ પ્રમાણે અશુભ સ્વપ્ન માટે સમજવાનું છે. શુભ સ્વપ્ન જેમ શુભકર્મના ઉદયથી આવે છે. તે જ પ્રમાણે અશુભ સ્વપ્ન અશુભકર્મના ઉદયથી આવે છે. પરંતુ અશુભ સ્વપ્ન આવ્યા પછી સ્વપ્ન શાસ્ત્રના નિયમ પ્રમાણે દેવ ગુરુ ધર્મની આરાધના તેમજ આયંબિલ વગેરે તપસ્યા જે રીતે ઉલ્લસિત ભાવથી કરવી જોઈએ તે રીતે કરવામાં આવે તે એ ધર્મ પ્રવૃત્તિજન્ય વિશુદ્ધિ દ્વારા અશુભ સ્વપ્નનાં કારણરૂપ અશુભકર્મ શુભકર્મ રૂપે પલટાઈ જાય છે. અને એ રીતે અશુભકર્મના ફળરૂપે જે દુઃખ આવવાનું હતું તેનું નિવારણ થાય છે. બંધાયેલ શુભ-અશુભ કર્મનાં ફળમાં ફેરફાર
થવાનું કારણ જેનદર્શનને એક સિદ્ધાંત એ છે કે જે પ્રકારને ઘેર - દાર આત્મકલ્યાણને પુરુષાર્થ પ્રગટ થવો જોઈએ એવો પુરુ