________________
ર૭૪
શ્રમણ ભગવાન મહાવીર
અને સુખ શાંતિનો અનુભવ ન થવાની શાસ્ત્રીય બાબત તદ્દન યથાર્થ છે.
ચ્યવન કલ્યાણકને પુણ્ય પ્રસંગ વર્તમાન બિહાર પ્રાન્તમાં આવેલા પ્રાચીન વૈશાલીન બ્રાહ્મણકુંડ તરીકે પ્રસિદ્ધિ પામેલાં નગરમાં ચારેય વેદ વગેરે બ્રાહ્મણગ્ય શાસ્ત્રોના પારંગત બાષભદત્ત નામે એક બ્રાહ્મણ વસતા હતા. શીલ વગેરે પવિત્ર ગુણોથી અલંકૃત દેવાનંદ નામે તેમને પત્ની હતી.
આજથી લગભગ ૨૫૭૨ વર્ષો અગાઉ અષાઢ સુદિ ને એ અતિ પવિત્ર દિવસ હિતે, ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ચંદ્રના સુભગયેગની એ સહામણું રાત હતી. તે વખતે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને આત્મા વૈમાનિક નિકાયના પ્રાણત નામના દશમા દેવલોકમાં આવેલા પુપિત્તરાવર્ત સક નામના સર્વ શિરોમણિ વિમાનમાં વીશ સાગરોપમની આયુષ્યની સ્થિતિ પરિપૂર્ણ થયા બાદ ત્યાંથી ચ્યવી દેવાનંદાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયે. અને તે અવસરે કેરી સિંહ, ગજ, વૃષભ, લક્ષમીને અભિષેક, પુપમાળાનું યુગલ, ચન્દ્ર, સૂર્ય, વજ, કળશ, પદ્મસરોવર, ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નરાશિ અને નિધૂમ અગ્નિ શિખા એમ ચાંદ મહાસ્વપ્નને જોઈને અર્ધા (અલ્પ નિદ્રાવસ્થામાં વર્તતા માતા દેવાનંદા જાગૃત થયા.
માતાજીને સ્વપ્નદર્શન અને તેનું કારણ કેઈપણ પુણ્યવંત મહાનુભાવને ભાવિમાં ઉદય થવાને હોય ત્યારે તેને પુણ્યબલના પ્રભાવે રાત્રિએ અપ નિદ્રા