________________
આત્મા વગેરે દ્રવ્યનું સ્વરૂપ
૨૬૩ mini
mum વિકાસ માટે જે સંપૂર્ણ સદુપયોગ થાય તે આ માનવ જીવનમાં વર્તતે અ માં માયા અવિદ્યા વધારાનું કિંવા કર્મના અનંતકાળના બંધનોને સર્વથા વિચ્છેદ કરી જન્મ–જરા મરણના સર્વ દુઃખોથી રહિત થઈ અજર-અમર અને અભ્યાબાધ મુકિતના ધામમાં પહોંચી જાય છે. અને ત્યાં પિતાનાં આધ્યાત્મિક સચ્ચિઘનંદમય અનંતસુખને અનંતકાળ પર્યત ઉપભેગ કરે છે આત્માની ચરમસીમાની ઉન્નતિ આ ક્ષેત્રમાં જ થઈ શકે છે. આથી ઉલટું, માનવ જેવું દુર્લભ જીવન અને અનુકૂળ ક્ષેત્ર મળવા છતાં હિંસા, અસત્ય ચેરી તેમજ ધન-દોલત ઉપરની તીવ્ર મૂચ્છ વગેરે પાપાચરણેનાં તીવ્ર સેવન વડે પિતાની માનવશક્તિને સંપૂર્ણપણે દુરુપયોગ કરનાર જ અવનતિની છેલ્લી સીમાએ પહોંચી ચિરકાળ પર્યત નરક નિગેદનાં કષ્ટો દુઓને ભોગવે છે. આ રીતે માનવ જીવન પ્રાપ્ત થયા પછી આધ્યાત્મિક ઉન્નતિ તેમજ અવનતિની છેલ્લી સીમાએ પહોંચવાની શક્યતા જે ક્ષેત્રોમાં છે, એવાં મધ્યલોકનાં ક્ષેત્રોને કર્મભૂમિનાં ક્ષેત્ર તરીકે શાસ્ત્રમાં ગણવામાં આવ્યા છે ઉન્નતિમાં પરમ સહાયભૂત તીર્થકરદેવોનું ધર્મશાસન
- માનવ જીવનની ઉન્નતિને મુખ્ય આધાર માનવના પિતાના પુરુષાર્થ ઉપર રહેલો છે. એમ છતાં જે મહાન વિભૂતિને ભગવાન, ઈશ્વર પરમાત્મા અથવા તીર્થકર શબ્દોથી સંબોધવામાં આવે છે એવા તીર્થકર ભગવાને પ્રવર્તાવેલ ધર્મશાસનના અવલંબનની એમાં અનિવાર્ય જરૂર રહે છે.