________________
२६४
શ્રમણ ભગવાન મહાવીર
માનવ જીવન પ્રાપ્ત થયા બાદ તીર્થંકર પરમાત્માએ પ્ર.
વેલ ધર્મશાસનના અવલંબનથી હજારેલા યાવત્ કેટાનુકોટી આત્માઓ આધ્યાત્મિક દૃષ્ટિએ પૂર્ણતાએ પહોંચી શક્યા છે. પરંતુ ધર્મશાસનનું પ્રવર્તન કરનારા તીર્થંકર પર માત્માઓ ભરત અને ઐરાવત ક્ષેત્રમાં એક ઉત્સર્પિણી કિંવા એક અવસર્પિણ કાળમાં ૨૪ની સંખ્યામાં જ થાય છે. એકલા જેનદર્શનમાં જ ધર્મશાસનને પ્રવર્તાવનારાની સંખ્યા ૨૪ ની છે, એવું નથી, પરંતુ ઇતર દર્શનમાં પણ ૨૪ અવતારની વાત જાણવામાં તેમજ વાંચવામાં આવે છે. મુસ્લીમ સમાજમાં પણ પિગંબરોની સંખ્યા ૨૪ ની કહેવામાં આવી છે. ઘર્મશાસન કિવા ધર્મતીર્થનું જે રીતે ત્રિકરણ મેગે આવલંબન લેવું જોઈએ, એ રીતે અવલંબન લેવામાં આવે તે અવલંબન લેનાર મહાનુભાવ આત્માને પૂર્ણ સ્વરૂપને વહેલી કે મેડ અવશ્ય પ્રાપ્ત કરે છે. ધર્મશાસનમાં આવી અદ્ભુત શકિત છે. લોહને પારસમણિનો સ્પર્શ થાય એટલે લો સુવર્ણ બની જાય તે જ પ્રમાણે જે મહાનુભાવને અંતરાત્માને આ ધર્મશાસન સ્પર્શવા સાથે એકમેકપણે પરિણમે, તે આત્મા કર્મબંધનથી અવશ્ય મુકત થાય છે.
ધર્મશાસન પ્રવર્તાવનાર તીર્થકર ભગવંતો
ધર્મશાસન કિંવા ધર્મતીર્થના પ્રવર્તનનો અથવા સ્થાન પનાને અધિકાર ગમે તે વ્યકિતને પ્રાપ્ત થતો નથી. એક ઉત્સર્પિણીમાં અર્થાત્ અસંખ્ય વર્ષોમાં આવા ધર્મતીર્થનું પ્રવર્તન કરનાર તીર્થકર ભગવંત (અવતારી મહાપુરુષો)