________________
તીર્થંકરદેવેનું ધર્મશાસન
૨૬૫ mann
ની સંખ્યા વીશની જ હોય છે. એ ચેવિશે તીર્થકર ભગવંતેના આત્માઓ ભિન્ન ભિન્ન હોય છે. ઈતરદર્શનમાં એક જ આત્માના ભિન્ન ભિન્ન સ્વરૂપે વીશ અવતાર માનવામાં આવે છે. પરંતુ જૈનદર્શનની માન્યતા એવી નથી. જૈનદર્શન તે દરેક તીર્થકર ભગવંતના આત્માને જુદે જુદે માને છે અને મધ્યસ્થ દષ્ટિએ વિચાર કરવામાં આવે તે યુક્તિથી પણ એ વાત સુસંગત લાગે છે.
તીર્થકર નામકર્મનો નિકાચિત બંધ ધર્મશાસનનું પ્રવર્તન કરનાર તીર્થકર ભગવંતના આત્મા એમાં તીર્થકર ભગવંત થવાની યેચતા તે અનંતકાળથી તિરોભાવે રહેલી જ હોય છે. પરંતુ જે જન્મમાં એ આત્માઓ તીર્થકર તરીકે અવતરે છે. એ જન્મની અપેક્ષાએ પાછલો (ભૂતકાળના) ત્રીજા જન્મમાં તીર્થંકરપદની પ્રાપ્તિ માટેને પરિપૂર્ણ પુરુષાર્થ શરૂ થાય છે. એ ત્રીજા પાછલા જન્મમાં અનેક વ્રત-નિયમ–તપસ્યાની આચરણ સાથે. તેઓના અંતરાત્મામાં વિશ્વના સર્વ જી માટે અવર્ણનીય આત્મીયભાવ કિંવા અભેદભાવ પ્રગટે છે. હું અને વિશ્વનાં જ જુદા નથી. વિશ્વના કોઈપણ જીવાત્માનું બાહ્ય અત્યંતર કેઈપણ પ્રકારનું દુઃખ એ મારું દુખ છે. અને એ સર્વ ના દુઃખનું નિવારણ કરવા માટે મારા સર્વસ્વને ભેગ આપ એ મારે પરમ ધર્મ છે. આવા પ્રકારની પરાકાષ્ઠાની મૈત્રી કિવા વિશ્વબંધુત્વની વાસ્તવિક ભાવના એ તીર્થકર થનાર વિભૂતિના આત્મમંદિરમાં પ્રગટ થાય છે.