________________
૨૪ર
શ્રમણ ભગવાન મહાવીર
પણે જ્ઞાનાચાર,દર્શનાચાર ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એમ પાંચ પ્રકારના આચારમાં વિભક્ત થયેલ છે. શ્રાવક ધર્મમાં એ પાંચે ય આચારે મર્યાદિત હોય છે જ્યારે સાધુધર્મમાં એ પાંચે ય આચારની પૂર્ણતા હોય છે. વાસ્તવિક રીતે વિચારીએ તે. જ્યાં જયાં પાંચે ય આચારોનું યચિત પરિપાલન છે ત્યાં ત્યાં ધર્મ છે જ્યાં જ્યાં પાંચ આચારનું પાલન નથી તેમજ તેના તરફ આદર નથી ત્યાં ધર્મને અભાવ છે. નંદન મહામુનિ તો નિર્ચન્ય અણગાર હતા, પાંચ આચારનું પરિપાલન એ એમને ભાવપ્રાણ કિંવા અંતરંગ ભૂલધર્મ હતું, અને એ પાંચે ય આચારના પાલનમાં સદાય ઉદ્યમવંત હતા; એમ છતાં એ પાંચે ય આચારના જે કઈ અતિચારાદિ લાગેલ હોય તેના પશ્ચાતાપ અને નિંદા ગહ કરવા સાથે લાગેલા અતિચારની આલોચના પ્રસંગે તેઓએ જે અંતિમ આરાધના કરેલ છે તે આપણા જેવા બાલ જ માટે ઘણી મનનીય હોવાથી સંક્ષેપમાં તેનું અહીં વર્ણન આપવામાં આવેલ છે.
જ્ઞાનાચાર, દશનાચાર અને ચારિત્રાચારની આલેચના
જિનાગમાદિ સમ્યફ વ્યુત ( શાસ્ત્ર-ચંશે )ને અભ્યાસ કરવા પ્રસંગે કાળ–વિનય–બહુમાન વગેરે જ્ઞાનના આઠે ય આચારેનું પાલન કરવામાં, તેમજ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ,
૧ નંદનમુનિવરની આ અંતિમ આરાધનાનું સવિસ્તર વર્ણન કલિકાલસર્વજ્ઞ ભગવંત શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજાએ ત્રિષષ્ટિ.